બ્યુટિશિયન યુવતીને નેતા સાથે થઇ ગયો પ્રેમ, કરી લીધા લગ્ન અને પછી કરી એવી ખરાબ રીતે હત્યા કે કારણ જાણીને તમે પણ ફફડી ઉઠશો

દેશભરમાં હત્યા અને લૂંટના બનાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, ઘણી જગ્યાએ આપણે જોયું છે કે પ્રેમ સંબંધોમાં અને લગ્ન સંબંધોના અણબનાવોમાં એકબીજાની હત્યાના કાવતરા કરવામાં આવે છે અને ઘણીવાર તો હત્યા પણ કરી દેવામાં આવે છે, પરંતુ આ હત્યાનો ભેદ જયારે ઉકેલાય છે ત્યારે કોઈ નજીકનું જ વ્યક્તિ બહાર આવતું હોય છે.

આવી જ એક હત્યાનો ભેદ હાલ પોલીસે ઉકેલી નાખ્યો છે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના કોલર વિસ્તારમાં રહેવા વાળી 24 વર્ષીય બ્યુટિશિયન નૈના પાસવાન ઉર્ફે શીખની મોતના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તેની હત્યા બીજા કોઈએ નહીં પરંતુ નૈનાના પતિ ભાજપા નેતા રજત કૈથવાસ દ્વારા જ કરવામાં આવી હતી. બંનેએ એક વર્ષ પહેલા જ લવ મેરેજ કર્યા હતા.

નૈના 15 ઓક્ટોબરથી લાપતા હતી. પરિવારજનો અને પોલીસે તેની તપાસ શરૂ કરી દીધી હતી. હવે તેનું શબ બુદની વિસ્તારમાંથી મળી આવ્યું. પોલીસે તેની હત્યાના આરોપમાં તેના પતિની ધરપકડ કરી અને પૂછતાછ શરૂ કરી હતી. શરૂઆતઆમ તે પોલીસને ગુમરાહ કરતો થયો, પરંતુ કડકાઈથી પૂછવા ઉપર તેને હકીકત જણાવી હતી.

મીડિયા રિપોર્ટ દ્વારા મળી રહેલી માહિતી અનુસાર રજત બુદની વિસ્તારમાં આવેલા એક ધાર્મિક સ્થળ ઉપર દર્શન કરાવવાના બહાને નૈનાને સ્કૂટી ઉપર લઇ ગયો હતો. તે દરમિયાન જ તેને નૈનાની હત્યા કરી નાખી હતી, અને બાદમાં તે સ્કૂટી ઉપર જ તે ભોપાલ પરત આવી ગયો. ભોપાલ પહોંચીને જ તે સ્કૂટીને આગ લગાવી ઘરે ચાલ્યો ગયો.

નૈનાએ એક વર્ષ પહેલા નારિયેલખેડા નિશાતપુરા નિવાસી ભાજપા પદાધિકારી તરીકે ઓળખનારા રજત કૈતલવાસ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. એક મહિનો સાસરે રહ્યા બાદ નૈના તેના પિયર પોતાના માતા પિતા પાસે ચાલી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે સાસરે ગયા બાદ નૈના પરત ફરવા નહોતી માંગતી.

નૈનાએ તેના પિયર જઈને રજત ઉપર ભરણ પોષણ માટેનો કેસ દાખલ કર્યો હતો. નૈના તેની માતાને 15 ઓક્ટોબરના રોજ દુર્ગા ઝાંખી જોવા માટેની વાત કહીને ઘરેથી નીકળી હતી. તેના પરત ના ફરવાના કારણે 16 ઓક્ટોબરના રોજ પરિવારજનોએ કાલોર પોલીસ સ્ટેશનમાં તેના ખોવાવવાની ફરિયાદ નોંધાવી હતી.

આ બધા વચ્ચે જ સોહોર પોલીસને રાષ્ટ્રીય રાજમાર્ગ-69 ઉપર મિડઘાટ સેક્શન પાસે બુદલીના જંગલમાં એક અજ્ઞાત યુવતીની લાશ મળી આવી હતી. તેની ઓળખ પોલીસે કાલોર નિવાસી નૈનાના રૂપમાં કરી. નૈનાના ખોવાયા બાદથી જ તેનો ફોન પણ બંધ આવતો હતો. પોલીસે જણાવ્યું હતું કે નૈના  ઉપર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. પથ્થર પણ મારવામાં આવ્યા હતા. તો ગળું પણ દબાવવામાં આવ્યું હતું. નૈનાની હત્યા આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી. પોલીસે શંકા રાખીને તેના પતિ રજતની ધરપકડ કરી અને હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો.

તો નૈનાના પિતા શારદા પાસવાનનો આરોપ છે કે રજતે તેમની દીકરીનો અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો. જેના બાદ તે તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો અને લગ્ન ના કરવા ઉપર વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી રહ્યો હતો. તેને બ્લેકમેઇલ કરીને લગ્ન કર્યા હતા. લગ્નના એક મહિના બાદ એ કહીને તેને ઘરમાંથી કાઢી નાખવામાં આવી કે તેના માતા પિતા આ લગ્નથી ખુશ નથી.

Niraj Patel