ફેક્ટરીના સુપરવાઈઝરે બે મહિના પહેલાં જ કર્યા હતા લવમેરેજ, એક દિવસ ઘરે આવીને જોયું તો પત્ની પૂર્વ પતિ સાથે…

ફેક્ટરીના સુપરવાઈઝરે બે મહિના પહેલાં જ કર્યા હતા લવમેરેજ, એક દિવસ ઘરે આવીને જોયું તો પત્ની પૂર્વ પતિ સાથે…દુઃખદ અંત જોઈને મહિલાઓ પરથી વિશ્વાસ ઉઠી જશે

ગુજરાત સહિત દેશભરમાંથી અનેકવાર લગ્ન બાદ છેતરપિંડી થવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં ઘણીવાર લગ્ન ઇચ્છુક યુવકોને યુવતિઓ દ્વારા ફસાવી લગ્ન કરી અને લગ્ન બાદ ઘરમાં રાખેલ રોકડ અને ઘરેણા લઇ ફરાર થવાના કિસ્સા પણ સામે આવે છે, ત્યારે હાલ પ્રેમ લગ્ન કર્યાના બે મહિના બાદ યુવતી દાગીના અને રોકડ લઈને ભાગી ગઈ હતી. પત્નીના ભાગી જવાથી પરેશાન યુવકે ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને યુવક પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી.જેમાં લખ્યું હતુ કે, મારી પત્નીએ દગો કર્યો, હું મરી રહ્યો છું. પરિવારનો કોઇ વાંક નથી.

જયપુરના સીતાપુરા સ્થિત એક કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો યુવક બે મહિના પહેલા લવ-મેરેજ કરીને સેટલ થયો હતો. લગ્ન પછી બે મહિના પતિ-પત્નીએ ખુશીથી વિતાવ્યા. પછી અચાનક એક દિવસ યુવક નોકરી પર ગયો ત્યારે પત્ની ઘરેથી દાગીના અને રોકડ લઇને ભાગી ગઈ. ઘરે આવેલા પતિને પત્ની ન મળતાં તેણે શોધખોળ શરૂ કરી. જે બાદ તેને જાણવા મળ્યું છે કે તે બુંદીમાં તેના પૂર્વ પતિ પાસે ગઇ છે અને પાછી નહીં આવે. પત્નીની આ બેવફાઈથી યુવકને ભારે આઘાત લાગ્યો હતો. પત્નીના ભાગી જવાથી પરેશાન યુવકે ટ્રેન આગળ કૂદીને જીવનનો અંત આણ્યો હતો. પોલીસને યુવક પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી.

પોલીસે જણાવ્યું કે નૈનવાન બુંદીના રહેવાસી 30 વર્ષીય સીતારામ ગુર્જરે આત્મહત્યા કરી છે. તે શ્યામ વિહાર પ્રતાપ નગરમાં રહેતો હતો. સીતાપુરા સ્થિત એક કારખાનામાં તે સુપરવાઈઝર હતો. લગભગ 2 મહિના પહેલા તેણે દિયાલી બુંદીમાં રહેતી 28 વર્ષીય સોના સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જે બાદ પતિ-પત્ની અહીં રહેતા હતા. 26 મેના રોજ તેની પત્ની ઘરેથી નીકળી ગઈ હતી. જે બાદ કેટલાક દિવસ પછી બપોરે 1:30 વાગ્યાના સુમારે સીતારામે સાંગાનેર રેલ્વે લાઇન પર ટ્રેનની સામે કૂદીને આપઘાત કરી લીધો. આપઘાતની જાણ થતાં પહોંચેલી પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

મૃતકના ખિસ્સામાંથી મળેલી સુસાઈડ નોટમાં લખેલા મોબાઈલ નંબરના આધારે સગાસંબંધીઓનો સંપર્ક કરીને ઓળખ કરવામાં આવી હતી. પોલીસને મૃતક પાસેથી મળી આવેલ સુસાઈડ નોટમાં લખ્યુ છે કે, મારી પત્ની સોના ગુર્જરે મને દગો આપ્યો છે. પત્નીએ છેતરપિંડી કરી છે, હું મરી રહ્યો છું. મારા પરિવારના સભ્યોને પરેશાન કરશો નહીં, આમાં પરિવારના સભ્યોનો કોઈ દોષ નથી. હું તેના વિશ્વાસમાં આવ્યો અને તેણે મારી સાથે છેતરપિંડી કરી, તેથી હું દુનિયા છોડી રહ્યો છું. કંપનીમાં બેંક ખાતામાં 1.30 લાખ અને પીએફમાં 1 લાખ રૂપિયા છે. જે મારા પરિવારના સભ્યો લે.

મારા કાકાના પુત્ર દેવકિશન પાસેથી સાડા નવ હજાર રૂપિયા ઉછીના લીધેલા હતા, આ પૈસામાંથી તેને આપી દે. તેમજ મારા મોત અંગે લખેલા મોબાઈલ નંબર પર ફોન કરી જાણ કરવી. મૃતકના ભાઈ બંશીલાલે સીતારામની પત્ની સોના વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો છે. બંશીલાલે જણાવ્યું કે સીતારામે ફોન કરીને સોનાના ઘરેથી દાગીના અને રોકડ લઈને ભાગી જવાની વાત કહી હતી. તેને પરેશાન જોઈને જયપુર લઈ જવા કહ્યું.

સીતારામે કહ્યું- હું ગામમાં કેવી રીતે આવીશ. કોઈ પૂછે તો હું શું કહીશ? હું 10 દિવસ પછી આવીશ, રૂમ છોડીને કાયમ ગામમાં રહીશ.28 મેના રોજ સવારે મૃતકે કહ્યુ કે – હું ફેક્ટરીમાં જાઉં છું. હું લોકોને મળીશ તો મારું મન સારુ થઈ જશે. કારખાને જવાનું કહી તે ઘરેથી નીકળી ગયો અને બપોરે તેણે રેલવે ટ્રેક પર ટ્રેનની સામે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.

Shah Jina