સુહાગરાત પહેલા દુલ્હાએ રાખી દુલ્હન સામે એવી શરત કે જેને સાંભળી ઉડી ગયા હોંશ

દેશમાંથી ઘણીવાર લગ્નના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે અને તેમાં ઘણીવાર એવું બનતુ હોય છે કે દુલ્હા કે દુલ્હન દ્વારા લગ્ન માટે કોઇ શરત રાખવામાં આવતી હોય, પરંતુ હાલ એક એવો કિસ્સો ઝારખંડમાંથી  સામે આવ્યો છે, જે હોંશ ઉડાવી દેનારો છે. ઝારખંડના જમશેદપુરથી એક હેરાન કરી દે તેવો મામલો સામે આવ્યો છે. અહીં એક દુલ્હાએ સુહાગરાતના પહેલા દિવસે દુલ્હન સામે અજીબ શરત રાખી દીધી, જેને સાંભળી બધા હેરાન રહી ગયા. દુલ્હાએ દુલ્હનને કહ્યુ કે, પહેલા તું IAS બન પછી તને પત્ની માનીશ. આ બોલીને પતિએ તલાકની નોટિસ મોકલાવી દીધી. તે બાદ પીડિત દુલ્હને પણ MBAમાં ગોલ્ડ મેડલ હાંસિલ કરનાર પતિ વિરૂદ્ધ 498નો મામલો દાખલ કરાવ્યો, પીડિતાએ કોર્ટથી ન્યાયની ગુહાર લગાવી છે.

તસ્વીર સૌજન્ય: આજ તક

જમશેદપુરના પોટકામાં રહેતા પ્રદૂત મંડલે એમબીએમાં ગોલ્ડ મેડલ જીતનાર છોકરા સાથે પાઈ પાઇ જોડીને પોતાની દીકરીને એ વિચારીને પરણાવી કે દીકરી હંમેશા ખુશ રહે. પરંતુ હનીમૂન પહેલા જ વરરાજાએ પોતાની દુલ્હન સામે એવી શરત મૂકી, જેને સાંભળીને બધા આશ્ચર્યચકિત અને પરેશાન થઈ ગયા. વરરાજાએ કન્યાને કહ્યું કે પહેલા બે વર્ષની અંદર IAS બની જા, પછી હું તને પત્ની તરીકે સ્વીકારીશ. પીડિતાએ જણાવ્યું કે તેના લગ્ન 18 જૂન 2018ના રોજ પરસુડીહના જયમાલ્યા મંડળ સાથે સામાજિક રીત-રિવાજો સાથે થયા હતા.

તસ્વીર સૌજન્ય: ટીવી 9

તેણે કહ્યુ કે, શરૂઆતમાં તેને લાગ્યું કે આ મજાક છે. પરંતુ લગ્નના બીજા દિવસે તેનો પતિ ઈન્ટરવ્યુના બહાને ભાગી ગયો હતો. તે પછી તે ક્યારેય તેને પાછો લેવા આવ્યો નહોતો. આ દરમિયાન તેને તેના સાસરે સાસુ, સસરા અને જેઠ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. ધીરજનો બંધ તૂટી જતાં તેણે કેસ કરવો પડ્યો. પીડિતાએ જણાવ્યું કે તેનો પતિ સિટી યુનિયન બેંક લખનૌમાં આસિસ્ટન્ટ બ્રાંચ મેનેજર તરીકે કામ કરે છે.

મહિલાએ તેના પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી સામે કોર્ટમાં દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કર્યો હતો અને હવે ન્યાય માટે ચક્કર લગાવી રહી છે. પીડિતાના પિતાએ કહ્યું કે જો આવું જ કરવાનું હતું તો લગ્ન કેમ કર્યા. તેનો જવાબ વારંવાર માંગવામાં આવ્યો હતો. પણ કોઈ કશું બોલ્યું નહીં. તેઓ ઈચ્છે છે કે તેમને ન્યાય મળવો જોઈએ અને ગુનેગારોને કડક સજા મળવી જોઈએ.

તસ્વીર સૌજન્ય: ટીવી 9

પલ્લવીના પિતાનું કહેવું છે કે તેમને એક જ દીકરી છે. જમાઈએ દીકરીની જિંદગી બગાડી નાખી છે. પિતાનું કહેવું છે કે લગ્નમાં જે વસ્તુઓ આપવામાં આવી હતી તે પણ તેના ઘરે પડી છે, તે ઈચ્છે છે કે બંને સાથે રહે. છૂટાછેડાની માહિતી મળ્યા બાદ મહિલા ખૂબ જ તણાવમાં છે. મહિલાનો આરોપ છે કે લગ્નના 3 વર્ષ બાદ પણ તેને હજુ સુધી પત્નીનો દરજ્જો મળ્યો નથી.

Shah Jina