બનાસકાઠાંના દાંતીવાડામાં પરણીત યુવકે બહારવાળી સાથે બંધાયા આડા સંબંધ, પત્ની આડખીલી બનતા જ કાંડ કર્યો, ખળભળાટ મચી ગયો

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સા સામે આવે છે,જેમાં ઘણીવાર અંગત અદાવત તો ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ હોય છે. છેલ્લા ઘણા સમયમાં હત્યાના બનાવોમાં પણ વધારો થઇ રહ્યો છે. હાલમાં બનાસકાંઠામાંથી હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે,

જેમાં લફરાબાજ પતિએ અન્ય યુવતિ સાથેના લફરામાં પત્નીની હત્યા કરી નાંખી હોવાની સામે આવ્યુ છે. પરણિત યુવકને અન્ય યુવતી સાથે લફરું થઈ ગયું હતું અને આડાસંબંધ એટલા વધી ગયા હતા કે પ્રેમિકાને પામવા માટે યુવકે તેની પત્નીની હત્યા કરી દીધી અને હત્યાને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો.

જો કે, પોલીસે હત્યાનો ભેદ ખોલી નાખ્યો અને હત્યારા પતિને જેલ હવાલે કરી દીધો. દાંતીવાડાના નાંદોત્રા ઠાકોરવાસના ગોપાળસિંહના લગ્ન 10 મહિના પહેલા વડગામના અંધારીયાની કીસૂબા જોડે થયા હતા. ત્યારે નવરાત્રિ દરમિયાન ગરબા જોઇને પરત આવતા સમયે માર્ગ અકસ્માતમાં કીસુબાનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યુ.

જો કે, મોતને લઇ શંકા જતાં પિયર પક્ષ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી અને ડીસા ડી. વાય.એસ.પી કૌશલ ઓઝા અને દાંતીવાડા પીએસઆઈ એસ.ડી.ચૌધરીએ તપાસ હાથ ધરી. જેમાં ગોપાળસિંહએ જ પત્ની કીસુબાની હત્યા કરી હોવાનું સામે આવ્યું. મૃતકની માતાને સાસુએ કહ્યુ કે, 4 ઓક્ટોબરના રોજ રાત્રે 12.30 વાગ્યે તેઓ ગરબા જોવા ગયા હતા

ત્યારે અકસ્માતમાં તેનું મોત નીપજ્યું. જેને પગલે તેઓ પરિવારજનો સાથે નાંદોત્રા ઠાકોર વાસ ગામે ગયા. જ્યાં કિશુબાના મૃતદેહને ઘરમાં કપડું ઢાંકી રાખ્યો હતો જે કપડું પાછું કરી જોતા પોતાની દીકરીના માથાના ભાગે વાગેલું હતું. અને સામાજિક રીત રિવાજ મુજબ અંતિમવિધિ કરી વહેલી સવારે ચાર વાગે અગ્નિસંસ્કાર કરી દીધો હતો.

પ્રતિકાત્મક તસવીર

ત્યારે પોલિસ તપાસમાં આ મામલે સામે આવ્યુ કે, ગોપાળસિંહ વાઘેલાને અન્ય યુવતિ સાથે પ્રેમ સંબંધ હતો અને પ્રેમીકાને પામવા માટે તેણે પત્નીના કપાળના ભાગે કોઈ હથિયાર વડે ફટકો મારી હત્યા કરી દીધી. આરોપીની આકરી પૂછપરછ કરતા તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીના શર્ટ પર લોહીના દાગ હતા અને ગાદલા તેમજ જમીન પર લીપણ કરેલું હતું ત્યાં પણ લોહીના દાગ હતા જે એફએસએલની ટીમની મદદથી પુરાવા એકઠા કરી એક ધોકો કબજે લીધો. દાંતીવાડા પોલીસે આરોપી પતિની અટકાયત કરી હત્યામાં વપરાયેલ હથિયાર કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી.

Shah Jina