પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને ઉતારી દીધો મોતને ઘાટ, 6 વર્ષની દીકરીએ જયારે રહસ્ય ખોલ્યું ત્યારે સૌની આંખો પહોળી થઇ ગઈ

લફરાબાજ પરિણીતાએ પ્રેમી જોડે મળીને પતિના 4 ટુકડા કરી ખતમ કરી દીધો, 6 વર્ષની દીકરીએ ખોલ્યો ભેદ

પત્ની પ્રેમી સાથે મળી અને પતિની હત્યા કરવાના ઘણા કિસ્સાઓ સામે આવે છે ત્યારે હાલ મુંબઈના દહિસર વિસ્તારમાંથી સામે આવી છે. જ્યાં દહીસરના પૂર્વ ખાન કમ્પાઉન્ડમાં એક 6 વર્ષની બાળકીના નિશાનદેહી ઉપર એક મર્ડર કેસનો ખુલાસો થયો છે. માસુમ બાળકીએ પોલીસને જણાવ્યું કે તેની માતાએ તેની જ આંખો સામે પ્રેમી સાથે મળી અને તેના પિતાની હત્યા કરી નાખી.

આ ઘટનાની જાણકારી પોલીસને હત્યાના 11 દિવસ બાદ 6 વર્ષની માસુમ બાળકીએ આપી. બાળકી પાસેથી મળેલી જાણકારી બાદ પોલીસે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી અને તેમને જેલમાં મોકલી દીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના ગોંડાના રહેવાસી રઈસ શેખના લગ્ન વર્ષ 2012માં 27 વર્ષીય શાહિદા સાથે થયા હતા. લગ્ન બાદ બંને દહીસરના પૂર્વના ખાન કમપાઉન્ડમાં રહેતા હતા. રઇસ દહિસર પૂર્વ, રેલવે સ્ટેશનની પાસે એક કપડાંની દુકાનમાં નોકરી કરતો હતો. પત્ની 6 વર્ષની દીકરી અને અઢી વર્ષના દીકરા સાથે ઘરે જ રહેતી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે આ બધા વચ્ચે જ પાડોશમાં રહેવા વાળા અનિકેત ઉર્ફે અનીસ મિશ્રા સાથે શાહિદાના અવૈધ સંબંધો બની ગયા. ધીમે ધીમે આ વાત રઈસ સુધી પહોંચી ત્યારે તેને વિરોધ કરવાનું શરૂ કરી દીધું. પતિ દ્વારા રોજ રોજ વિરોધ કરવા ઉપર શાહિદાએ પ્રેમી સાથે મળી અને રઈસની હત્યા કરવાનું કાવતરું ઘડી નાખ્યું.

પોલીસે જણાવ્યું કે 11 દિવસ પહેલા મૃતકે તેની પત્નીને તેના પ્રેમી સાથે આપત્તીજનક સ્થિતિમાં જોઈ લીધી હતી. જેના ઉપર બંને વચ્ચે ખુબ જ મોટો ઝઘડો થયો અને પત્ની અને તેના પ્રેમીએ બંનેએ ભેગા મળી રઇસનું ચાકુથી ગળું કાપી નાખ્યું. આ દરમિયાન તેની 6 વર્ષની દીકરી અને અઢી વર્ષનો છોકરો ઘરમાં આવી ગયા. ત્યારે શાહિદાએ દીકરીને ધમકાવી કે જો તેને કોઈને કઈ કહ્યું તો તેને પણ તેના બાપની જેમ કાપી અને જમીનમાં દફનાવી દેશે.

રઈસનું આમ અચાનક ગાયબ થઇ જવું તેના મિત્રો અને 0ઓળખીતાઓ માટે સહન નહોતું થઇ રહ્યું. ખાન કમ્પાઉન્ડમાં જ રહેવા વાળા તેના એક મિત્રએ દહિસર પોલીસ સ્ટેશનમાં રઈસના ગુમ થવાની ફરિયાદ નોંધાવી. તો બીજી તરફ શાહિદાએ પ્રેમી અમિતની મદદથી રઈસના મૃત દેહને ચાર ટુકડામાં કાપી અને ઘરના રસોડામાં દફનાવી દીધું. તેનો મોબાઈલ પોતાની પાસે રાખી લીધો. ગોંડાથી તેના પરિવારજનો ફોન કરતા તો તે જણાવતી કે રઇસ કહ્યા વગર ક્યાંક ચાલ્યો ગયો છે.

ત્રણ દિવસ પહેલા ગામમાંથી તેનો ભાઈ આવ્યો. મોકો મળતા જ 6 વર્ષની દીકરીએ તેના કાકાને મા અને પ્રેમીના આ કારસ્તાન વિશે જણાવી દીધું. જેના બાદ ભાઈ દહિસર પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને ત્યાંના અધિકરીઓને બધી જ હકીકત જણાવી. મંગળવારના રોજ પોલીસે રસોડાની જમીન ખોદી અને ત્યાંથી ચાર ભાગમાં કપાયેલી રઇસની લાસ મેળવી લીધી.

Niraj Patel