છાતી પર કરાવ્યુ જે પત્નીના નામનું ટેટૂ તે નીકળી કિન્નર, કંઇ પણ કહેવા પર પીટતી, પતિએ સાળી સાથે…

જે પત્નીના નામનું ટેટુ છાતી પર પડાવડાવ્યુ, તે જ નીકળી કિન્નર, યુવકે લગાવી લીધી ફાંસી

હમ એક બાર જીતે હે, એક બાર મરતે હૈ ઔર શાદી ભી એક બાર હોતી હૈ ઔર પ્યાર ભી એકબાર હી હોતા હૈ. શાહરૂખ ખાનનો આ ડાયલોગ આજે તો દેખાડો બનીને રહી ગયો છે. પોતાના મનપસંદ હમસફર માટે બધા દિવસ-રાત સપના જુએ છે પણ જરા વિચારો કે જો કોઇ છોકરીને એટલો પ્રેમ કરે કે તેના નામનું ટેટૂ છાતી પર પડાવડાવે અને પછી તેની હકિકત સામે આવે કે તે તો કિન્નર છે તો…આવી જ એક કહાની સામે આવી છે. જેની સાથે આવું થયુ તેણે તો પોતાનું જીવન ખત્મ કરી લીધુ.

ઘણીવાર તમે પતિ-પત્નીના ઝઘડાઓ અને મારપીટના કિસ્સા સાંભળ્યા હશે પણ આજે અમે તમને જે ઘટના જણાવવા જઇ રહ્યા છીએ તે વાંચી તમે માથુ પકડી લેશો. જરૂરી નથી કે બધા લગ્ન સફળ થાય, પણ એવી રીતે ના તૂટે કે જમાનો તમાશો જુએ. ઉત્તરપ્રદેશના ભૂપેન્દ્ર સાથે જે થયુ તે ખરેખર હેરાન કરી દેનારુ હતુ. આમ તો આ ઘટના સપ્ટેમ્બર 2021ની છે, પણ સોશિયલ મીડિયા પર તેનો ઉલ્લેખ બીજીવાર થઇ ગયો છે. જાણકારી અનુસાર, ભૂપેન્દ્ર નામના વ્યક્તિએ જેના સાથે લગ્ન કર્યા તે કિન્નર નીકળી. તે તેના પતિ અને સાસરાવાળાને અવા નવાર પીટતી હતી.

પ્રતિકાત્મક તસવીર

તે બાદ ભૂપેન્દ્રના પરિવારે તેની સાળી સાથે દીકરાના લગ્નની વાત કહી. જ્યારે સાળી સગીર થઇ તો ભૂપેન્દ્રના પરિવારે બીજીવાર તે વાયદાને યાદ અપાવ્યો પણ ફરી તેમના પર હુમલો થયો. પછી જે ભૂપેન્દ્રએ પગલુ ભર્યુ, તેણે બંને પરિવારેન હલાવીને રાખી દીધા. ભૂપેન્દ્રએ ગયા પહેલા મોતની દાસ્તાન પોતાના ફેસબુક પેજ પર લખી હતી. જણાવી દઇએ કે, આ પૂરો મામલો યુપીના ઇટાવા જિલ્લાનો હતો, જ્યાં ચકરનગરના ગામ પિપરૌલી ગઢિયા નિવાસી ભૂપેન્દ્રના લગ્ન 2017માં થયા હતા. 

પ્રતિકાત્મક તસવીર

 

તેના લગ્ન એમપીના ભિંડ જિલ્લાના ગામ રૂતવા મોહ નિવાસી મૂર્તિ સાથે થયા હતા. વધારે સમય વીત્યો નહોતો કે પત્ની પર કિન્નર હોવાના આરોપ લાગવા લાગ્યા. ભૂપેન્દ્ર અનુસાર, કેટલાક સમય સુધી ઠીક હતુ, તેણે તેની પત્નીના નામનું ટેટૂ પણ કરાવ્યુ હતુ. થોડા સમય બાદ તેની પત્ની તેના અને તેના પરિવાર સાથે મારપીટ કરવા લાગી. થોડા દિવસોમાં પત્ની મૂર્તિના પરિવારવાળાએ તે કિન્નર હોવાને કારણે નાની દીકરીના સગીર હોવા પર તેના સાથે લગ્નનો વાયદો કર્યો. પછી ભૂપેન્દ્ર મૂર્તિને લઇને ગુજરાત આવી ગયો. 

પ્રતિકાત્મક તસવીર

 

જ્યાંથી પરત આવતા જ તેણે સાસરાવાળાને સાળી સાથે લગ્નની વાત યાદ આવી તો ત્યાં તેને ખૂબ માર મારવામાં આવ્યો. ત્રણ દિવસ સુધી તેની ખૂબ ધોલાઇ કરી. દુખી થઇને તેણે મોતને ગળે લગાવવાનો નિર્ણય કર્યો. આ પહેલા તેણે લખ્યુ કે, મારા માતા-પિતાની કોઇ ભૂલ નથી, મારી પત્નીએ મને ખૂબ માર્યો એટલે મરી રહ્યો છું. બધી વાતનું કારણ મારી પત્ની છે. મારી મોત તેને જ કારણે થઇ રહી છે. સાથે જ તેણે મર્યા પહેલા પોલિસને પણ સૂચના આપી હતી. પોલિસે જણાવ્યુ કે, તેની છાતી પર તેની પત્નીના નામનું ટેટૂ હતુ, તેણે ચાકુથી કાપી કાપી તેને મિટાવવાની કોશિશ કરી પણ તે ના કરી શક્યો.

Shah Jina