વાયરલ

રસ્તા ઉપર આડો થઈને સુઈ રહ્યો હતો વિશાળકાય અજગર, ત્યારે જ આવ્યો એક વ્યક્તિ, મોબાઈલ ટોર્ચ ચાલુ કરી અને પકડી પૂંછડી, પછી થયું એવું કે… જુઓ વીડિયો

ઘણીવાર આપણે રસ્તા ઉપર જતા હોઈએ ત્યારે રોડ ઉપર જ સાપ કે કોઈ ઝેરી જનાવર જોવા મળી જતા હોય છે, ત્યારે તેમને જોઈને આપણે પણ ગભરાઈ જતા હોઈએ છીએ. ઇન્ટરનેટ ઉપર પણ એવા ઘણા વીડિયો પણ સામે આવતા હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં રાત્રિના અંધારામાં એક મહાકાય અજગર રસ્તો ઓળંગી રહ્યો હતો. લોકોએ તેને જોયો તો તેનો વીડિયો બનાવવા લાગ્યા.

આ દરમિયાન એક વ્યક્તિએ માર્ગ અકસ્માતમાંથી તેને બચાવવાનું નક્કી કર્યું. મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને તે અજગરની નજીક પહોંચ્યો અને તેને પૂંછડીથી પકડીને રસ્તાની બાજુમાં મૂકી દીધો, ત્યારબાદ અજગર ઝડપથી ઘાસમાં ગાયબ થઈ ગયો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોઈને કેટલાક લોકો વ્યક્તિની હિંમતની પ્રશંસા પણ કરી રહ્યા છે.

આ વિડિયો ટ્વિટર યુઝર @BoskyKhanna દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેને ભારતીય વન સેવા (IFS) અધિકારી પરવીન કાસવાન દ્વારા પણ શેર કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું – વન્યજીવ વિસ્તારોની મુલાકાત લેવી અને તેમને માર્ગ અકસ્માતથી બચાવો. આ અંગે તમારો શું અભિપ્રાય છે. આ વિડિયો દક્ષિણ ભારતનો છે, જ્યાં લોકો વન્યજીવન પ્રત્યે ઘણો પ્રેમ દર્શાવે છે!

આ અંગે તમામ યુઝર્સે ફીડબેક આપ્યા હતા. કેટલાકે લખ્યું કે એવું લાગે છે કે વ્યક્તિ સાપને બચાવી રહ્યો છે. કેટલાકે માણસના કામની પ્રશંસા કરી. જ્યારે ઘણા યુઝર્સે તેને ખૂબ જ ડરામણી ગણાવી હતી. આ ક્લિપ 17 સેકન્ડની છે જેમાં આપણે એક મહાકાય અજગરને રાતના અંધારામાં રસ્તા પર પડેલો જોઈ શકીએ છીએ. હવે રાત્રી દરમિયાન કોઈ પણ સ્પીડિંગ વાહન સાપને કચડી શકે છે. આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિ મોબાઈલ ટોર્ચની મદદથી અજગરની નજીક પહોંચે છે અને તેને રોડ એક્સિડન્ટથી બચાવે છે અને તેને પૂંછડીથી પકડીને રસ્તાની બાજુમાં મૂકી દે છે.