જાણવા જેવું

જો તમે પણ તમારી જૂની સાડીને કંઇક અલગ રીતે ટ્રાંસફોર્મ કરવા માંગો છો તો વાંચી લો જલ્દી…

તમારી જૂની સાડી સાથે કંઇક પ્રયોગ કરવા માંગો છો તો અહીં જાણો તેને કેવી રીતે ટ્રાંસફોર્મ કરવુ

કહેવાય છે કે, કોઇ પણ ભારતીય મહિલાનુુ કબાટ સાડીઓ વગર પૂર્ણ થતુ નથી. આપણે મહિલાઓ બાળપણથી જ પોતાના દાદી, નાની અને મમ્મીને સાડીઓ પહેરતા જોયા છે. તેમની એક એવી સાડી હોય છે જે આપણને ખૂબ જ ગમતી હોય છે. કોઇ ફંક્શન હોય કે સામાન્ય દિવસ સાડી પહેરવાની મજા હોય છે. સાડીએ ફેશન ઇન્ડસ્ટ્રીમાં કેટલીક સ્ટાઇલ્સને પ્રભાવિત કરી છે. ત્યાં કેટલાક ડિઝાઇનર તેમાં પણ અલગ અલગ પ્રયોગ કરવા લાગ્યા છે. પરંતુ તમે ઇચ્છો છો તમે જૂની સાડીને નવી રીતમાં ટ્રાંસફોર્મ પણ કરી શકો છો. આજકાલ તો આ ચલણમાં પણ છે. આના માટે કેટલાક આઇડિયા છે, જેનાથી તમે તમારી જૂની સાડીથી કંઇ નવું બનાવી શકો છો.

1.વનપીસ : તમે તમારી સાડીથી ઘણી રીતના ડ્રેસ બનાવી શકો છો. જો તમે એક એવા આઉટફિટની તલાશમાં છો જે પારંપારિક હોય, પરંતુ તેમમાં તમે ટ્વિસ્ટ જોડવા માંગતા હોવ, તો સાડીના સિલ્હૂટ સાથે પ્રયોગ કરો અને તેનું કંઇ અલગ જ વર્ઝન બનાવો. તમારી જૂની સાડીને વન-પીસ ટ્રેડિશનલ આઉટફિટમાં તબ્દીલ કરવાથી તેનો લુક એકદમ નવો દેખાશે. તમે તેનાથી વન પીસ ફ્લોઇંગ મૈક્સી ડ્રેસ પણ બનાવી શકો છો.

2.અલગ અલગ એક્સેસરીઝ : શું તમે પણ કંઇક અલગ અને ઇનોવેટિવ ટ્રાય કરવા માંગો છો તો જૂની સાડીથી તમે નેકલેસ, ક્લચ, બ્રેસલેટ, પોટલી જેવી એક્સેસરીઝ બનાવી શકો છો. વસ્તુઓને ટ્રેંડી રાખતા સાડીઓની ખૂબસુરત પેટર્નને સામે લાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવી કે છે. તેનાથી બનેલ એક્સેસરીઝને તમે સાથે કોઇ ફંક્શનમાં પણ લઇ જઇ શકો છો. તેનાથી બનેલ બ્રેસલેટ અને નેકલેસનેે તમે ડે-ટુ-ડે લાઇફમાં પણ પહેરી શકો છો.

3.કફતાન કુર્તી : તમે કરીના કપૂર, મલાઇકા અરોરાને કયારેક કયારેક કફતાન પહેરેલી જોઇ હશે. કરીનાની તસવીરો અને વીડિયોના માધ્યમથી એ સાબિત થાય છે કે તેને કફતાન પસંદ છે. એ ઘણુ ચલણમાં પણ છે. તમે પણ તેને ઘરે બનાવી શકો છો. શું તમને ખબર છે કે જૂની સાડીના ઉપયોગથી એક નહિ પરંતુ બે કફતાન કુર્તા બની શકે છે. જો તમારી સાડી થોડી ફેન્સી છે તો તેનાથી બનેલ કફતાનનો ઉપયોગ બહાર પહેરી જવા માટે કરી શકો છો. તમે કોટનની સિંપલ સાડીથી પણ ઘરે પહેરવા માટે કફતાન બનાવી શકો છો.

4.ઓવરકોટ : આજકાલ તો સાડી સાથે ઓવરકોટ પહેરવાનું ચલણ તમે જોયુ હશે. સોનમ કપૂર, કરીના કપૂર ખાન જેવી અભિનેત્રીઓ પણ સાડી પર ઓવરકોટ પહેરેલી ઘણીવાર જોવા મળી છે. તમે પણ જૂની સાડીથી ફેન્સી અને ટ્રેંડી ઓવરકોટ બનાવી શકો છો. આ તમારા લુકમાં યુનીકનેસ જોડશે અને નોર્મલ સાડી ઉપર સ્ટાઇલિશ ઓવરકોટથી તમે ફેશનેબલ પણ લાગશો.