આ ભાઈએ બિલાડીને કરાવ્યું બ્રશ, વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ રહી ગયા દંગ, જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો, જુઓ

આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક એવુ મંચ બની ગયું છે, જ્યાં કોઈપણ ઘટના કે કોઇપણ વાત પળવારમાં જ દુનિયાના ખૂણે ખૂણે પહોંચી જતી હોય છે. ઘણા વીડિયો તો એવા પણ હોય છે જેને લોકો સોશિયલ મીડિયામાં વારંવાર જોવાનું પસંદ પણ કરતા હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ બિલાડીને બ્રશ કરાવતો જોવા મળી રહ્યો છે.

માણસોની જેમ પ્રાણીઓના દાંત પણ સારા હોય છે. જો કે જંગલી પ્રાણીઓના દાંત સાફ કરવા  માટેનો વિચાર કરવો એ પણ ખતરનાક છે, પરંતુ લોકો તેમના પાલતુ પ્રાણીઓના દાંત સાફ કરે છે. ખાસ કરીને શ્વાનના દાંત સાફ કરવાના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. પરંતુ આ વખતે બિલાડીના દાંત પર બ્રશનો વીડિયો ટ્રેન્ડમાં છે. આ વીડિયોમાં બિલાડીના દાંત સાફ કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

જો કે બિલાડીના દાંત સાફ કરવા એ સરળ કામ નથી, પરંતુ માલિક ખૂબ જ હિંમત અને પ્રેમથી બિલાડીનો ચહેરો પકડીને દાંત સાફ કરી રહ્યો છે. તમે જોઈ શકો છો કે દાંત સાફ કરવા માટે લાલ રંગના બ્રશનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. બિલાડીના દાંત પર બ્રશ હળવા હાથે ઘસવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Cats All Day (@cats.all.day)

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર cats.all.day પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હજારો લોકોએ જોયો છે. આ વીડિયોને ઘણા લોકો પસંદ પણ કરી રહ્યા છે. ઘણા લોકોએ આ વીડિયો પર કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. લોકોને આ વ્યક્તિનો હળવા હાથે બિલાડીને બ્રશ કરાવવું ખુબ જ પસંદ આવી રહ્યું છે.

Niraj Patel