જાણો આ ઐતિહાસિક સ્થળની નજીક શા માટે કોઈ રહેવા તૈયાર નથી

જાણો આ ઐતિહાસિક સ્થળની નજીક શા માટે કોઈ રહેવા તૈયાર નથી

જો કોઈ કહે કે યુરોપના કોઈ શહેરમાં બર્ગર કરતાં પણ સસ્તામાં ઘર ખરીદી શકાય છે, તો લોકો તેને મજાક તરીકે જોશે. પરંતુ, આ ઇટાલીમાં થઈ રહ્યું છે. ગયા વર્ષથી તૈયાર ઘરો બર્ગર કરતા ઓછા ભાવે વેચાઈ રહ્યા છે. 28 ઓગસ્ટ સુધીમાં પહેલેથી જ લિસ્ટેડ મકાનોના વેચાણ બાદ નવા મકાનો આપવાની ખાતરી પણ આપવામાં આવી રહી છે. સૌથી મોટી વાત એ છે કે ઇટાલીનો તે વિસ્તાર જ્યાં પાણીના ભાવે મકાનો વેચવામાં આવી રહ્યા છે, તે રોમની ખૂબ નજીકનો વિસ્તાર છે.

રોમ નજીક બર્ગરની કિંમતે વેચાઈ રહ્યા છે ઘર : ઇટાલીની રાજધાની રોમથી માત્ર 70 કિલોમીટર દૂર છે મેન્ઝા શહેર. યુરોપમાં આ દિવસોમાં, આ વિસ્તાર ચર્ચામાં છે કારણ કે અહીં પ્રખ્યાત બ્રાન્ડના ચિકન બર્ગર કરતાં સસ્તામાં મકાનો વેચાઈ રહ્યા છે. તે માનવું મુશ્કેલ છે, પરંતુ સત્ય એ છે કે, અહીં માત્ર એક યુરોમાં ઘરો વેચવામાં આવી રહ્યા છે. આનો અર્થ એ છે કે લગભગ 87 રૂપિયામાં ઘરનું સપનું પૂરું થઈ રહ્યું છે, તે પણ રાજધાની રોમથી થોડી મિનિટો દૂર.

મૈન્ઝા સુંદર દૃશ્યો ધરાવતું શહેર છે : મેન્ઝા ઇટાલીના લેટિયમ પ્રદેશનું એવુ પહેલું શહેર છે, જ્યાં આટલી ઓછી કિંમતે ઘરો ઉપલબ્ધ છે, તેમ છતાં ખરીદદારોનો ધસારો અપેક્ષા મુજબ વધતો જણાય તેમ નથી. આ શહેર ઐતિહાસિક રીતે પ્રખર આદિવાસીઓનો વિસ્તાર રહ્યો છે અને તેના સુંદર દ્રશ્યો માટે જાણીતું છે. રાજધાનીના દક્ષિણ ભાગમાં લેપિની ટેકરીઓ પર સ્થિત આ શહેર ‘એક યુરોમાં એક ઘર’ વાળા ઈટાલીના પ્રોજેક્ટનો ભાગ છે.

ખાલી મકાનોની સંભાળ રાખવી મુશ્કેલ : હકીકતમાં, મેન્ઝામાં ઓછામાં ઓછા 100 આવા ઘરો છે જેનું ધ્યાન રાખવામાં આવતું નથી અને તેને ફરીથી રહેવા લાયક બનાવવાની જરૂર છે. કારણ કે, આ મકાનોના વાસ્તવિક માલિકો તેમને છોડીને અન્યત્ર શિફ્ટ થઈ ગયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ 28 ઓગસ્ટ સુધીમાં કેટલાક ઘર હાલમાં ખરીદી માટે ઉપલબ્ધ છે, પરંતુ સ્થાનિક મેયર ક્લાઉડિયો સ્પેરદુટ્ટીએ ખાતરી આપી છે કે આવી વધુ મિલકતો ટૂંક સમયમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે.

તો આ કારણે આટલુ સસ્તું ઘર વેચાઈ રહ્યું છે : ઇટાલીમાં એક યુરોમાં મકાનો વેચવાની આ યોજના ગયા વર્ષે જ લોન્ચ તઈ હતી જેથી નજીકના ગામોની ઘટતી વસ્તીને સ્થિર કરવામાં મદદ મળી શકે. આ મકાનો ખરીદનારાઓ માટે એક જ શરત છે કે વર્ષોથી ખાલી પડેલા મકાનોને તેમણે ફરી વસવાટ લાયક બનાવવા પડશે. શહેરને ફરી વસવાટ લાયક બનાવવા અંગે મેયરે કહ્યું કે ‘અમે એક સમયે એક પગલું ભરીએ છીએ. જેમ મૂળ પરિવારોનો સંપર્ક થાય છે અને તેમના જૂના મકાનો અમને સોંપે છે, અમે પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે તરત જ તેને અમારી વેબસાઇટ પર મૂકીએ છીએ.

ઘરમાં રહેવુ જરૂરી નથી : ખરીદદારો માટે આ ઘરોમાં ફરજિયાત રહેવું જરૂરી નથી. પરંતુ, તેણે અધિકારીઓને કહેવું પડશે કે તે તેનો ઉપયોગ કેવી રીતે કરશે, પછી ભલે તે ઘર, રેસ્ટોરન્ટ અથવા દુકાન હોય. પરંતુ, શરૂઆતમાં તેઓએ આશરે 5,000 યુરો અથવા લગભગ 5,840 ડોલર જમા કરવા પડશે, જે પૂન;વસવાટનું કામ પૂર્ણ થા બાદ પરત કરવામાં આવશે.

Patel Meet