મહિલાએ પહેલા ઉકાળ્યુ પાણી અને પછી તેમાં…પતિને તડપાવી તડપાવીને મારી નાખ્યો- જાણો વિગત

ફોટોમાં માસુમ દેખાતી ક્રૂર પત્નીએ પતિની જે રીતે હત્યા કરી એ રીત જાણીને ખળભળી ઉઠશો

ઇંગ્લેન્ડમાં એક મહિલાએ તેના 81 વર્ષિય પતિ પર ઉકળતુ પાણી નાખી દીધુ જે બાદ તેની મોત થઇ ગઇ. આ મામલે મહિલાને ઉમરકેદની સજા પણ સંભળાવવામાં આવી છે. 59 વર્ષિય કોરિના બેંસ છેલ્લા 38 વર્ષથી આ વ્યક્તિ સાથે લગ્નના બંધનમાં હતી અને તે તેના પતિથી એક વાતને લઇને નારાજ થઇ ગઇ હતી.

ધ સનના રીપોર્ટ અનુસાર દર્દનાક રીતે તેના પતિની હત્યા કરનાર મહિલા કોરિના સ્મિથ 59 વર્ષની છે અને તેને એક ડોલમાં ખાંડ નાખી પાણીને ઉકાળ્યુ અને તે ઉકળતુ પાણી તેણ તેના પતિ પર નાખી દીધુ. આ ઘટનામાં 80 વર્ષિય માઇકલની મોત થઇ ગઇ છે.

પતિને બાળવાની વાત આ આરોપી મહિલાએ પોતે જઇને તેના પાડોશીને જણાવી હતી અને કહ્યુ કે, કદાચ મેં મારા પતિને મારી દીધો. ઉલ્લેખનીય છે કે, મહિલાના પતિની બોડી 36 ટકા સુધી બળી ગઇ હતી. પાડોશીએ જેવી જ આ વાત સાંભળી તેમણે તરત પીડિતને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા પરંતુ તેમનો જીવ ના બચી શક્યો. સારવાર દરમિયાન તેમની મોત થઇ ગઇ.

પોલિસને સૂચના મળતા જ તેમણે મહિલાની ધરપકડ કરી અને કોર્ટમાં જણાવ્યુ કે, મહિલાએ 14 જૂનના રોજ ડોલમાં પાણી ઉકાળવા માટે રાખ્યુ અને તેમાં ખાંડ નાખી જેનાથી લિક્વિડ જાડુ થાય અને પીડિતને વધારે નુકશાન પહોંચે.

Shah Jina