ઘોડાને ચોંધાર આંસુએ રડતો જોઈ પથ્થર દિલ પણ પીગળી ગયા, જુઓ વીડિયો

પ્રાણીઓ પણ કેટલા સંવિદનશીલ હોય છે તે આપણે ઘણીવાર જોયું છે. પ્રાણીઓ આપણી જેમ બોલી શકતા નથી પણ તેમની આંખો અને હાવભાવ દ્વારા તેમની પીડા વ્યક્ત કરતા હોય છે. પરંતુ ઘણીવાર આપણે એ પીડાને સમજી શકતા નથી. હાલમાં સોશિયલ મીડિયા પર એક ઘોડાનો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમારૂ હૃદય પીગળી જશે.

વીડિયો વાઈરલ થયો છે તેમા ઘોડો સતત તેની આંખમાંથી આંસુ આવી રહ્યા છે. પ્રથમ નજરે આ વીડિયો કોઈ હોસ્પિટલનો લાગી રહ્યો છે. જ્યાં ઘોડાની સારવાર કરવામાં આવી રહી છે. જે રીતે ઘોડો આંસુ સારી રહ્યો છે તેને જોતા ખ્યાલ આવી શકે છે કે આ ઘોડાને કેટલી પીડા થઈ રહી હશે.

ઘોડાને રડતો જોઈને લોકોના મન વ્યથિત થઈ ગયા તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. આ વીડિયો જોયા બાદ દરેક લોકો પુછી રહ્યા છે કે આખરે ઘોડાને થયું શું છે. આ વાયરલ વિડીયો  ઈન્સ્ટાગ્રામ પેજ ‘hepgul5’ પર  શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 80 હજારથી વધુ લોકો આ વીડિયોને જોઈ ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by hepgul5 (@hepgul5)

વીડિયો જોયા બાદ લોકો અવનવી કોમેન્ટ પણ કરી રહ્યા છે અને પોતાની વ્યથા કહી રહ્યા છે. આ યૂઝરે લખ્યું કે પ્રાણીઓ આપણને ઘણુ બધુ કહે છે પરંતુ આપણે તેને સમજી શકતા નથી. જે પણ આ વીડિયો જુએ છે તે ઈમોશનલ થઇ ગયા હતા.

YC