ઈશ્વરની ક્રૂરતાતો જુઓ: માતાજીના દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓની ટ્રક પલટી જવાના કારણે 12 લોકોના મોત, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

ઉત્તર પ્રદેશના ઇટાવામાં બાળકનું મુંડન કરાવવા માટે લખનાના કાલિકા મંદિરમાં જઈ રહેલા આગ્રા જિલ્લાના લોકોથી ભરેલી એક ટ્રક શનિવારે મિહોલી વળાંક પાસે અચાનક અનિયંત્રિત થઈને રોડના કિનારે 20 ફૂટ ઊંડી ખીણની અંદર ખાબકી ગઈ.

આ  દુર્ઘટનાની અંદર મહિલા સમેત 12 લોકોના મોત થઇ ગયા છે જયારે 25થી પણ વધારે લોકો ઘાયલ છે. જેમાંથી 13ની હાલત નાજુક જણાવવામાં આવી રહી છે. ઘાયલોને સૈફઈ ચિકિત્સા વિશ્વ વિદ્યાલય અને બીજાને જિલ્લા અને બીજી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. આગ્રા જિલ્લાના બાહ પોલીસ સ્ટેશન ક્ષેત્રના પિનાહટ ગામના રહેવાસી વીરેન્દ્ર બધેલના છ મહિનાના દીકરાનું શનિવારે મુંડન સંસ્કાર હતું.

આ દુર્ઘટના ઉપર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથઈ શોક વ્યક્ત કર્યો છે. તેમને આ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોની આત્માની શાંતિની કામના કરતા શોક સંતપ્ત પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ મૃતકના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આર્થિક સહાયતા આપવાની પણ જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી તરફથી પીએમઓ દ્વારા ટ્વીટ કરીને ઇટાવાની આ દુર્ઘટના ઉપર પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. ટ્વીટ કરતા લખવામાં આવ્યું છે કે, “ઉત્તર પ્રદેશના ઇટાવામાં થયેલા ભીષણ રોડ દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આમ જે લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે તેમાં પરિવારજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. આ સાથે જ ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.”

Niraj Patel