પુરપાટ ઝડપે જઈ રહેલી SUV કાર પુલ સાથે અથડાતા થયા બે ટુકડા, એકસાથે આટલા મોત થતા બધા ધ્રુજી ઉઠ્યા

20 લાખની કારનો થઇ ગયો કચરો, જુઓ ધડાકેભાર ૨-૨ ટુકડા થઇ ગયા અને આટલા મૃત્યુ થયા

કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં હવે ઘણી મોટી છૂટછાટ મળી ગઈ છે, ત્યારે લોકો પણ હવે ઘરની બહાર નીકળવા લાગ્યા છે. ત્યારે આ દરમિયાન અકસ્માતની પણ ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. હાલ  એવી જ એક ખબર મધ્ય પ્રદેશના છીંદવાડામાંથી આવી રહી છે જ્યાં પૂરપાટ ઝડપે જઈ રહેલી એસયુવી કાર પુલ સાથે અથડાતા તેના બે ટુકડા થયા હતા, અને આ ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર એમપીના છીંદવાડામાં થયેલા આ ગમખ્વાર અકસ્માતની અંદર ત્રણ મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. જયારે બે લોકો ગંભીર રૂપે ઘાયલ થઇ ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાર રામકોનાથી પરત ફરતી વખતે પુલ સાથે ટકરાઈ ગઈ અને બે ટુકડામાં વહેંચાઈ ગઈ હતી. બંને ઘાયલોને ગંભીર હાલતમાં સારવાર માટે નાગપુર  મોકલી દેવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર સોંસર નિવાસી સચિન જયસ્વાલ પોતાના પરિવાર સાથે રામકોનામાં એક લગ્ન સમારંભમાં ગયા હતા. શુક્રવારના રોજ તે પોતાની કાર લઈને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન જ નાગપુર રોડ ઉપર સ્થિત ડ્રીમ હોટલ પાસે તેમની કાર સામે એક  બાઈક સવાર આવી ગયો. તેને બચાવવાના ચક્કરમાં ગાડી ચલાવી રહેલા સચિન જયસ્વાલ નિયંત્રણ ખોઈ બેઠા અને ગાડી પુલ સાથે ટકરાઈ ગઈ.

આ દુર્ઘટનામાં સોંસર નિવાસી રોશની, માધુરી અને કમલેશ્વરી નિવાસી પ્રિયાનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું. તો કાર ચાલાક સચિન જયસ્વાલ અને નીલમ જયસ્વાલ ઘાયલ થઇ ગયા. એવું જણાવવામાં આવી રહ્યું છે કે રામકોનામા સાંજે લગ્ન થવાના હતા. આ લગ્ન માટે તૈયાર થવા તે સોંસર જઈ રહ્યા હતા. એ દરમિયાન જ આ દુર્ઘટના ઘટી. ત્રણેય શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ દુર્ઘટના બાદ ઘરમાં પણ કોહરામ મચી ગયો છે. પોલીસ દ્વારા અકસ્માતનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel