પાકિસ્તાનની રૂપાળી છોકરીઓ ISIમાં ટ્રેનિંગ લઈને ભારતીય જવાનોને ફસાવે છે હનીટ્રેપમાં, બધા જ કપડાં કાઢી અને પછી ગુપ્ત જાણકારી….

દેશભરમાં હનીટ્રેપની ઘણી બધી ઘટનાઓ રોજ સાંભળવા મળતી હોય છે, જેમાં રૂપલલનાઓ કોઈ વ્યક્તિને ફસાવી તેની સાથે વીડિયો કોલ કે રૂબરૂમાં અશ્લીલ વાતો કરી કે તસવીરો મોકલી કે પછી વીડિયો કોલ કરી હનીટ્રેપનો શિકાર બનાવતી હોય છે અને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લેતી હોય છે. પરંતુ હાલ એક ઘટના સામે આવી છે ભારતીય સેનામાંથી, જ્યાં એક જવાન હનીટ્રેપનો શિકાર બન્યો છે.

રાજસ્થાનના જોધપુરના સૈન્ય વિસ્તારમાંથી ભારતીય સેનાનો જવાન પ્રદીપ કુમાર બે દિવસ પહેલા પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIની મહિલા એજન્ટની હનીટ્રેપમાં ફસાઈને ગુપ્ત માહિતી મોકલતા ઝડપાયો છે. ઉત્તરાખંડના રૂરકીના રહેવાસી પ્રદીપ કુમાર ત્રણ વર્ષ પહેલા જ ભારતીય સેનામાં જોડાયા હતા. હવે સુરક્ષા એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે.

ભારતીય સૈનિકો ISIના સુંદર એજન્ટોની હનીટ્રેપમાં ફસાવવાની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે. તેનું એક કારણ એ પણ છે કે ભારતીય સૈનિકોને તેમના દેશ સાથે દગો કરાવવા માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી દ્વારા એક ખતરનાક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, પાકિસ્તાન આર્મીના ઇન્ટેલિજન્સ યુનિટ 412એ સિંધના હૈદરાબાદથી હનીટ્રેપ મોડ્યુલ લોન્ચ કર્યું છે.

આ મોડ્યુલનું ટાર્ગેટ રાજસ્થાન અને ગુજરાત બોર્ડરના સૈન્ય મથકો પર તૈનાત ભારતીય સેનાના સૈનિકો છે. હનીટ્રેપના તાજેતરમાં બહાર આવેલા મામલાઓની ગુપ્તચર તપાસમાં પાકિસ્તાન આર્મીના હૈદરાબાદ મોડ્યુલનો પર્દાફાશ થયો છે. દૈનિક ભાસ્કરના એક અહેવાલ મુજબ, પાકિસ્તાનની મહિલા એજન્ટો ભારતીય સેનાના જવાનોને હિંદુ દેવી-દેવતાઓના ફોટા બતાવીને, લગ્નના બહાને કપડા વગરના વીડિયો કોલ દ્વારા હનીટ્રેપમાં ફસાવી રહી છે. પછી સૈનિકોને બ્લેકમેલ કરીને સેનાની ગુપ્ત માહિતી કઢાવી લે છે.

પાકિસ્તાની સેનાની મિલિટરી ઈન્ટેલિજન્સ હૈદરાબાદ, સિંધના નવા ભારતીય સૈન્યના કર્મચારીઓ અને અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવવા માટે હૈદરાબાદના ટાંડો ઝાનિયા નજીક આર્મી કેન્ટમાંથી હૈદરાબાદ મોડ્યુલનું સંચાલન કરી રહી છે. હૈદરાબાદ મોડ્યુલમાં સ્થાનિક વેશ્યાઓ, ગરીબ છોકરીઓ, કોલેજની છોકરીઓને રાખવામાં આવી છે.

છોકરીઓને નોકરીએ રાખ્યા બાદ પાકિસ્તાન ઈન્ટેલિજન્સ તેમને ઓપરેટિવ ટ્રેનિંગ આપે છે. ટ્રેનિંગ બાદ હોટલમાં રૂમ બુક કરાવ્યા બાદ આ છોકરીઓને મેક-અપ કિટ આપવામાં આવે છે. આ સાથે તેમને પૂજા, રિયા, અવની, મુસ્કાન અને હરલીન જેવા ભારતીય નામો આપીને હિંદુ ઓળખ આપવામાં આવે છે. પ્રદીપને હની ટ્રેપમાં ફસાવનાર એજન્ટનું નામ રિયા હતું.

પાકિસ્તાન આર્મીની આ મહિલા એજન્ટ સાડી, સલવાર કુર્તી અથવા નર્સિંગ સર્વિસ યુનિફોર્મ પહેરે છે. તે ભારતીય સૈનિકો સાથે હિન્દી, મારવાડી અને પંજાબીમાં સરળતાથી વાત કરી શકે છે. તાલીમ દરમિયાન તેમને સરહદી વિસ્તારની ભારતીય ભાષાઓ શીખવવામાં આવે છે. ભારતીય મોબાઈલ નંબર +91 ના WhatsApp નો ઉપયોગ કરવા માટે, સામાન્ય નાગરિકો સાથે મિત્રતા બનાવી ઓટીપી મળ્યા બાદ લોકેશન નંબરનું વોટ્સએપ ચાલુ થઈ જાય છે.

Niraj Patel