રાજકોટમાં હાર્ટ એટેકે વધુ એક વ્યક્તિનો લીધો જીવ, ઓનેસ્ટ હોટલના માલિકનું મોત થતા જ શહેરમાં ફેલાયો ભયનો માહોલ

રાજકોટમાં વધુ એક વ્યક્તિ ધબકાર ચૂકી ગયો, છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ મોત

Honest Hotel owner died of a heart attack : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ઘણા લોકો હાર્ટ એટેકની ચપેટમાં આવીને મોતને પણ ભેટ્યા છે. તેમાં પણ ખાસ કરીને યુવાનોના મોત થવાના આંકડાઓ વધુ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રાજકોટમાંથી પણ એક ખબર સામે આવી છે, જેમાં રાજકોટમાં આવેલા ઉપાસના હોટેલ અને કોટેચા ચોકમાં આવેલ ઓનેસ્ટ હોટેલના માલિક એવા ગૌતમભાઈ વાળાનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે.

ઓનેસ્ટના માલિકનું હાર્ટ એટેકથી મોત :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં રહેતા અને રાજકોટમાં બે હોટલની માલિકી ધરાવતા એવા 48 વરહસીય ગૌતમભાઈ વાળાનું અચાનક હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું. તમેની એક ઉપાસના હોટલ છે અને બીજી હોટલ કોટેચા ચોકમાં આવેલી ઓનેસ્ટ હોટલ છે. ત્યારે તેમના આમ આકાળે મોતના કારણે પરિવારમાં પણ માતામ છવાઈ ગયો હતો, તો રાજકોટ વાસીઓમાં પણ આ ઘટનાને લઈને ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

43 વર્ષીય વ્યક્તિએ પણ ગુમાવ્યો જીવ :

આ ઉપરાંત પણ રાજકોટમાં હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવતા જોવા મળી રહ્યા છે. ગત રોજ પણ એક 43 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું. 43 વર્ષીય સલીમ શેખનું આમ અકાળે મોત થવાના કારણે પરિવારમાં પણ માતમ છવાયો હતો. તે પરિવારનો એક માત્ર મોભી હતો.  તેમના મોત બાદ 3 સંતાનોએ પિતાની છત્રછાયા અને 3 બહેનોએ ભાઈ ગુમાવ્યો છે. તેમને અચાનક રાત્રે છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા અને ત્યાં સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું.

Niraj Patel