ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ઘણુ મહત્વ છે. હવે બસ ગણતરીના દિવસોમાં જ હોળીનો તહેવાર આવી રહ્યો છે. ગુરુવાર, 17 માર્ચના રોજ ફાગણ મહિનાની પૂનમના દિવસે હોળીકા દહન થશે. હોળીના દિવસે પહેલીવાર એવું થશે જ્યારે ગજકેસરી, વરિષ્ઠ અને કેદાર નામના ત્રણ રાજયોગ રહેશે. પુરી અને કાશીના વિદ્વાનો પ્રમાણે હોળીના દિવસે આજ સુધી આવો શુભ સંયોગ બનશે નહીં. પૂનમ તિથિના સ્વામી ચંદ્રદેવ છે. જે આ વખતે ગુરુ સાથે દૃષ્ટિ સંબંધ બનાવી રહ્યા છે. સાથે જ સૂર્ય મિત્ર રાશિમાં અને શનિ સ્વરાશિમાં રહેશે. નક્ષત્રોની આ સ્થિતિ હોળીના દિવસને વધારે ખાસ બનાવી રહી છે.

હોલિકા દહનના દિવસે કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે કે, જેનાથી તમારા ઘરના બધા સંકટ દૂર થાય. હોલિકા દહનના બીજા દિવસે રંગોથી હોળી રમવામાં આવે છે જેને ધૂળેટી કહેવામાં આવે છે. જયોતિષ શાસ્ત્ર અનુસાર, હોળીના દિવસે કેટલાક ખાસ કાર્ય કરવાથી ઘરમાંથી બધા સંકટ દૂર થઇ જાય છે. તેમજ ધન-ધાનમાં વૃદ્ધિ થાય છે. આ દિવસે ધરમાં કોઇ ખાસ વસ્તુ લાવવાથી સુખ-સંપત્તિ, વૈભવ વગેરેની પ્રાપ્તિ થાય છે.

1.એક આંખવાળુ નારિયળ :- એક આંખ વાળા નારિયળને એકાક્ષી નારિયળ કહે છે. જે ઘરમાં આ નારિયળની પૂજા થાય છે ત્યાં દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. તેનાથી ઘરમાં સુખ-સંપત્તિ હંમેશા બની રહે છે.
2.શ્રીયંત્ર :- શ્રીયંત્રમાં દેવી લક્ષ્મી સહિત 33 કોટી દેવી શક્તિ વાસ કરે છે. આ યંત્રને દુકાનમાં કે ઘરમાં ધન વાળા સ્થાન પર રાખવાથી ધન, વૈભવ વગરેની પ્રાપ્તિ થાય છે.

3.હત્થા જોડી :- હત્થા જોડી દેખાવમાં ધતૂરાના ઝાડ જેવી હોય છે. તંત્ર વિદ્યામાં તે સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિવારના દિવસે તેને ખરીદી અને લાલ કપડામાં બાંધી લોકર પાસે રાખો. કહેવામાં આવે છે કે, આવું કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.
4.પીળી કોડિઓ :- શુક્રવારના દિવસે તેને ખરીદી લાલ કપડામાં બાંધી લોકર પાસે રાખો. જયોતિષ શાસ્ત્ર અનુસાર, આવું કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.
5.સફેદ આંકની જડ :- જયોતિષવિદો અનુસાર કહેવામાં આવે છે કે, સફેદ આંકની જડને શુભ સમય પર ઘરમાં ધન વાળી જગ્યાએ સ્થાપિત કરવાથી ધનમાં બરકત એટલે કે વધારો થાય છે.

6.ગોમતી ચક્ર :- જો તમે ધન કમાવ છો પણ વચાવી શકતા નથી તો 11 ગોમતી ચક્ર પીળા કપડામાં લપેટીને ધન બોક્સમાં રાખી દો.
7.મોતી શંખ :- મોતી શંખ માત્ર આર્થિક સ્થિતિ સુધારે એટલુ જ નહિ પરંતુ શારીરક રોગોને ઠીક કરવામાં પણ મદદ કરે છે. તેને સાફ અને પવિત્ર જગ્યા પર રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.