આ વર્ષે હોળી 25 માર્ચે મનાવવામાં આવશે, જેના 8 દિવસ પહેલા એટલે કે 17 માર્ચથી હોળાષ્ટક શરૂ થશે. હોળાષ્ટકમાં શુભ અને માંગલિક કાર્યો નથી કરાતા. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે હોળાષ્ટક પર 3 અત્યંત દુર્લભ સંયોગો બની રહ્યા છે. આ સંયોગને કારણે 5 રાશિના જાતકોને હોળાષ્ટક દરમિયાન થોડી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. 15 માર્ચે સૂર્ય મીન રાશિમાં જતાની સાથે જ ખરમાસ લાગી જશે. આ દરમિયાન શુભ કાર્યો કરવામાં નથી આવતા. આ સંક્રમણના કારણે મીન રાશિમાં રાહુ અને સૂર્યનો સંયોગ પણ થશે.
હોળાષ્ટક દરમિયાન 18 માર્ચે કુંભ રાશિમાં શનિ ઉદય કરશે. જ્યોતિષીઓના મતે હોળાષ્ટકમાં થઈ રહેલા આ 3 દુર્લભ સંયોગો 5 રાશિઓને નુકસાન પહોંચાડશે. જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ આ સમયે શનિની છાયા મકર, કુંભ અને મીન રાશિ પર ચાલી રહી છે. આ રાશિના જાતકોએ હોળાષ્ટક દરમિયાન સાવધાન રહેવું પડશે. આ રાશિના જાતકોને મકર, કુંભ અને મીન રાશિના લોકોને આર્થિક નુકસાન, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને કારકિર્દીમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે.
આ સમયગાળા દરમિયાન કોઈને પણ નાણાંનું રોકાણ અથવા ઉધાર આપવાનું ટાળો. આ સમયગાળામાં શનિનો પ્રભાવ કર્ક અને વૃશ્ચિક રાશિ પર ચાલી રહ્યો છે. હોળાષ્ટક દરમિયાન આ બંને રાશિના લોકોને પણ સાવચેતીપૂર્વક ચાલવાની સલાહ આપવામાં આવી છે. હોળાષ્ટક દરમિયાન આ રાશિના લોકોના મહત્વપૂર્ણ કામ બગડી શકે છે. માન-સન્માનને નુકસાન થઈ શકે છે. આવકના સ્ત્રોતો પ્રભાવિત થઈ શકે છે.