આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેતા હિતુ કનોડિયા સાથે થયું હતું એવું કે હોસ્પિટલમાં કરવા પડ્યા હતા દાખલ.. તસવીરો શેર કરીને જણાવી હકીકત.. જુઓ

આખરે શું થયું હતું હિતુ કનોડિયાને કે તેમને દાખલ કરવા પડ્યા હતા હોસ્પિટલમાં ? સમગ્ર  મામલો જાણીને હેરાન રહી જશો

ફિલ્મો જોવાના શોખીનો તમને દુનિયાના દરેક ખૂણે મળી જશે. કોઈપણ નવી ફિલ્મ આવતા જ દર્શકો થિયેટરમાં પહોંચે છે અને ફિલ્મની મજા માણતા હોય છે. ત્યારે પડદા પર અભિનય કરી રહેલા અભિનેતાઓ પણ દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કસર બાકી નથી રાખતા અને પોતાનો શ્રેષ્ઠ અભિનય બતાવતા હોય છે.

ત્યારે આજે ગુજરાતી ફિલ્મોનું પણ ચલણ ખુબ જ વધ્યું છે અને ગુજરાતી સિનેમામાં પણ એક પછી એક એવી ફિલ્મો આવી રહી છે કે દર્શકોને થિયેટર સુધી ખેંચવામાં મદદ કરે છે. ગુજરાતી કલાકારો શૂટિંગ દરમિયાન પણ ખુબ જ મહેનત કરતા હોય છે અને શૂટિંગ દરમિયાન તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે.

હાલ અભિનેતા હિતુ કનોડિયાએ પણ એવા જ એક અનુભવની વાત ચાહકો સાથે શેર કરી છે. હિતુ કનોડિયાની ફિલ્મ “વશ” હાલમાં જ થિયેટરમાં રિલીઝ થઇ છે અને આ ફિલ્મ દર્શકોમાં પણ ખુબ જ ઉત્સાહ જગાવી રહી છે. ફિલ્મની કહાની પણ રૂંવાડા ઉભા કરી દેનારી છે. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેતા હિતેન કુમાર અને અભિનેત્રી જાનકી બોડીવાલા છે.

આ ફિલ્મના શૂટિંગની કેટલીક તસવીરો હિતુ કનોડિયાએ તેમના સોશિયલ મીડિયામાં શેર કરી છે. જેમાં તે હોસ્પિટલના બેડ પર સુતેલા જોવા મળી રહ્યા છે અને તેમની પીઠ પર પણ કોઈ નિશાન જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત એક તસવીરમાં હિતેન કુમાર અને જાનકી એક બેડ પર સુતા જોઈ શકાય છે.

આ તસવીરો શેર કરવાની સાથે હિતુ કનોડિયાએ જણાવ્યું કે, “વશના શૂટિંગ દરમિયાન મને બે વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એકવાર શારીરિક રીતે પડકારરૂપ તમામ સિક્વન્સ કરતી વખતે મારી છાતી અને પીઠ પર ઉઝરડા પડ્યા હતા અને બીજી વખત જ્યારે મને ડેન્ગ્યુ થયો અને શૂટિંગ લગભગ એક મહિના માટે બંધ રાખવું પડ્યું અને મેં 6 કિલો વજન ઘટાડ્યું.”

તે આગળ કહે છે કે “તે બધા @jankibodiwala @niilampaanchal @hitenkumaar અને આર્યન #vash ના નિર્માણ દરમિયાન ઘણા ભાવનાત્મક, માનસિક, શારીરિક તણાવમાંથી પસાર થયા હતા અને જ્યારે પણ શક્ય હોય ત્યાં સૂઈ ગયા હતા. આ ફિલ્મ અમારા બધા માટે ખરેખર પડકારજનક હતી. શિયાળાની ઠંડીમાં આખી રાત વરસાદના ક્રમ માટે પાણીના ટેન્કરમાંથી ઠંડુ પાણી અમારા પર પડતું હોય છે.”

આ તસવીરો શેર કરતા એમ પણ જણાવ્યું કે, “ઑક્ટો/નવે 2022ની તેમાંથી કેટલીક તસવીરો શેર કરી રહ્યાં છીએ. પરંતુ ફિલ્મ માટે દર્શકો તરફથી અમને જે જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે તે #vash ની આખી ટીમ માટે સાર્થક કરી રહ્યો છે આભાર” આ તસવીરો પર હવે તેમના ચાહકો ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે અને તેમની મહેનતને સલામ પણ કરી રહ્યા છે.

Niraj Patel