ખબર

300 વર્ષ પહેલા ભારતના આ સંત દ્વારા કરવામાં આવી હતી કોરોનાની ભવિષ્યવાણી, કઈ દિશામાંથી આવશે એ પણ કર્યો હતો ઉલ્લેખ, જાણો

ભારતના આ હિન્દુ સંતે 300 વર્ષ પહેલાં જ કરી હતી કોરોના વાયરસની ભવિષ્યવાણી, જુઓ

ઘણા સંતો દ્વારા કોરોનાની ભવિષ્યવાણી કરવાના દાવાઓ કરવામાં આવ્યા છે. સંતો દ્વારા કરવામાં આવેલી આવી ભવિષ્યવાણીઓ સાચી પણ પડતી હોવાના ઘણા પુરાવાઓ મળતા આવે છે. હાલમાં જ એક ભારતીય સંત દ્વારા કોરોનાની ભવિષ્યવાણી કરવાની વાત સામે આવી રહી છે.

ભારતના તમિલનાડુમાં ૧૬૧૦થી ૧૬૯૩ની વચ્ચે થઇ ગયેલા હિન્દુ સંત વીર બ્રહ્મેન્દ્ર સ્વામી દ્વારા આ ભવિષ્યવાણી કરી હોવાનું સામે આવ્યું છે. વીર બ્રહ્મેન્દ્રને ભારતના નોસ્ટ્રાદેમસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

તેમના કાલજ્ઞાનમ્ નામના તેલુગુભાષાના ગ્રંથમાં કોરોનાને ઝેરી વાયુ ગણાવાયો છે. 21મી સદીમાં એક મોટા નેતાની હત્યા થશે અને તેના કારણે વિશ્વયુદ્ધ ફાટી નીકળશે. યુદ્ધ પઝી પશ્વિમનું જગત નબળું પડશે. ભગવાનનું શહેર હિંસાથી ભડકશે અને 2 ભાઈઓ વચ્ચે લડાઈ થશે. એવો પણ તેમની ભવિષ્યવાણીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આંધ્રપ્રદેશના કાલાપા જિલ્લામાં ૧૭મી સદીમાં એક મહાન સંત થઈ ગયા. વીર બ્રહ્મેન્દ્ર સ્વામી નામના આ સંતે કાલજ્ઞાાનમ્ નામનો ગ્રંથ રચ્યો હતો. કાલજ્ઞાાનમ્ એટલે કે કાળનું જ્ઞાાન અથવા ભવિષ્યનું જ્ઞાાન.

હિન્દુ સંત વીર બ્રહ્મેન્દ્ર સ્વામીના આ ગ્રંથના ૧૧૪ નંબરના શ્લોકમાં લખ્યું હતું કે, “પૂર્વમાંથી એક ઝેરી ગેસનો હાહાકાર ફેલાશે. લાખો લોકો એમાં મૃત્યુ પામશે. એ ઝેરીવાયુ કોરોન્કી નામથી ઓળખાશે અને તે એક કરોડ લોકોને બીમાર બનાવશે. જેમ મરધીઓ ટપોટપ મરી જાય છે એમ લોકો ટપોટપ મૃત્યુ પામશે.”

તેમના ગ્રથન આ શ્લોકમાં કરવામાં આવેલા ઉલ્લેખ પ્રમાણે પૂર્વમાંથી ઝેરીવાયુ ઉદ્ભવશે એવું કહ્યું હતું. જેનો અર્થ ઘણાં લોકો ચીનમાંથી ઉદ્ભવ્યો એવો કરે છે. આંધ્રપ્રદેશમાં એવી માન્યતા છે કે, તેમણે જે ભવિષ્યકથનો કર્યા છે એ સાચા પડે છે. તેમણે ભારતની કેટલીય ઘટનાઓ વિશે ભવિષ્યવાણી કરી હોવાનું માનવામાં આવે છે.