‘આનો છોકરો…’ શ્રદ્ધા હત્યાકાંડ પર થયેલી મહાપંચાયતમાં એક મહિલાએ સ્ટેજ પર ચંપલથી કરી વ્યક્તિની ધોલાઇ, વીડિયો થયો વાયરલ

મહિલાએ આ ભાઈને ચંપલથી માર માર્યો, દીકરીના લવ મેરેજથી ખફા હતી માતા, જાણો સમગ્ર મામલો

દેશભરમાં દિલ્લીના શ્રદ્ધા વાલકર હત્યાકાંડને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. આ કેસમાં સતત નવા નવા ખુલાસા પણ થઇ રહ્યા છે. આ વચ્ચે શ્રદ્ધા હત્યાકાંડને લઇને દિલ્લીના છતરપુરમાં હિંદુ એકતા મંચ તરફથી બેટી બચાઓ મહાપંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ મહાપંચાયતમાં હંગામો થઇ ગયો હતો. મહાપંચાયતમાં એક મહિલાએ ખૂબ હંગામો કર્યો હતો.

બેટી બચાઓ મહાપંચાયત કાર્યક્રમ દરમિયાન એક મહિલાએ એક વ્યક્તિની ચંપલથી ધોલાઇ કરી દીધી હતી. બેટી બચાઓ મહાપંચાયત કાર્યક્રમમાં મહિલા સ્ટેજ પર ચઢ્યા બાગ માઇક પકડી પોતાની વાત જણાવવા લાગી.મહિલાએ કહ્યુ કે, હિન્દુ એકતા મંચ બેટી બચાઓ મહાપંચાયતના નામ પર નેતાગિરી કરી રહ્યુ છું. હું સારવાર માટે ભટકી રહી છું અને મદદ નથી મળી રહી.

જ્યારે સ્ટેજ પર હિંદુ એકતા મંચના એક કાર્યક્રતાએ મહિલાને માઇકથી હટાવવાની કોશિશ કરી તો તેણે પોતાનું ચંપલ નીકાળી તે વ્યક્તિને મારવાનું શરૂ કરી દીધુ. મહિલાનો આરોપ છે કે સ્ટેજ પર જે વ્યક્તિને તેણે ચંપલ માર્યુ તેનો દીકરો તે મહિલાની દીકરીને ભગાવીને લઇ ગયો અને લગ્ન કરી લીધા. મહિલાએ આની ફરિયાદ પોલિસમાં કરી હતી, પરંતુ કોઇ સુાૃનાવણી થઇ નથી. આજે જ્યારે મહિલાને ખબર પડી કે તે છોકરાના પિતા હિંદુ એકતા મંચના બેટી બચાઓ મહાપંચાયતમાં આવી રહ્યા છે,

તો તે કાર્યક્રમ સ્થળે પહોંચી ગઇ અને અચાનક સ્ટેજ પર ચઢી તે વ્યક્તિને ચંપલ મારવા લાગી. ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધા હત્યાકાંડ મામલના લઇને હિંદુ એકતા મંચે છતરપુરમાં મહાપંચાયતનું આયોજન કર્યુ હતુ. છતરપુરની 100 ફુટા મેન રોડની અડધી લેન પર ખુરશીઓ લગાવી મહાપંચાયટ કરવા હિંદુ એકતા મંચના લોકો બેઠા હતા. બાકી બચેલા અડધા રસ્તા પર પોલિસ દ્વારા ટ્રાફિકનું આવન-જાવન કરવામાં આવી રહ્યુ હતુ.

Shah Jina