“યે રિશ્તા કયા કહેલાતા હૈે”ના આ એક્ટર્સના અફેરની ખબરોએ સોશિયલ મીડિયા પર મચાવી હતી ધૂમ- જાણો કોણ કોણ છે સામેલ

ટીવીની દુનિયાનો સૌથી હિટ શો “યે રિશ્તા કયા કહેલાતા હે”ની સ્ટારકાસ્ટ અવાર નવાર ચર્ચામાં રહે છે. કયારેક તે રિલેશનશિપને લઇને તો કયારેક બ્રેકઅપની ખબરોને લઇને તેઓ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. આજે તમને જણાવીશું કે યે રિશ્તાના એવા કયા સ્ટાર્સ હતા જેમના અફેરની ખબરોએ સોશિયલ મીડિયામાં ઘણી લાઇમલાઇટ લૂંટી.

1.હિના ખાન : શોમાં અક્ષરાનું પાત્ર નિભાવી ઘરે ઘરે ફેમસ થઇ જનાર અભિનેત્રી હિના ખાન શોના સુપરવાઇઝિંગ પ્રોડ્યુસર રોકી જેસલાવ સાથે રિલેશનશિપમાં છે. મીડિયા રીપોર્ટ અનુસાર બંને ઘણી સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને બંને જલ્દી જ લગ્ન પણ કરવાના છે.

2.રોહન મેહરા : શોમાં નક્ષનું પાત્ર જેણે નિભાવ્યુ હતુ તે રોહન મેહરા અને ગાયુ એટલે કે કાંચી સિંહ પમ ઘણા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. તેમના અફેરની ખબરો તો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ હતી. જો કે બાદમાં તેમના રિલેશનને કોઇની નજર લાગી ગઇ અને બંનેનું બ્રેકઅપ થઇ ગયુ.

3.મોહેના કુમારી : શોમાં કાર્તિક ગોએન્કાની બહેન કિર્તીનું પાત્ર નિભાવવા વાળી અભિનેત્રી મોહેના કુમારીનું અફેર મીડિયા રીપોર્ટ્સ અનુસાર પોતાના ઓનસ્ક્રીન પતિ ઋષિ દેવ સાથે રહ્યુ, કેટલાક વર્ષ તેઓ સાથે રહ્યા અને પછી બંનેનું બ્રેકઅપ થઇ ગયુ.

4.અંશુલ પાંડે : શોમાં નમનનુમ પાત્ર નિભાવવા વાળા અભિનેતા અંશુલ પાંડે આ શોમાં કરિશ્માનું પાત્ર નિભાવવા વાળી પ્રિયંકા ઉધવાની સાથે લગભગ 5-6 વર્ષ રિલેશનશિપમાં રહ્યા. જો કે, તે બાદ બંને અલગ થઇ ગયા હતા.

5.સંજીવ સેઠ : શોમાં અક્ષરાના પિતા વિશંભરનાથનું પાત્ર નિભાવવા વાળા અભિનેતા સંજીવ શેઠનું દિલ ઓનસ્ક્રીન પત્ની લત્તાં સભરવાલ પર આવી ગયુ હતુ. તે બાદ બંને રિલેશનશિપમાં આવ્યા અને લગ્ન કરી હેમંશા એકબીજાના થઇ ગયા.

Shah Jina