ગુજરાતના આ ગામની અંદર વિદેશી યુવક યુવતીએ કર્યા હિન્દૂ વિધિ અનુસાર લગ્ન, જુઓ તસ્વીરોમાં કેવો હતો વિદેશીના લગ્નમાં ગુજરાતી ઠાઠ

ભારતમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ઘણા બધા યુગલો લગ્નના બંધનમાં બંધાયા છે, ત્યારે આ દરમિયાન ગુજરાતમાંથી એક અનોખા લગ્ન પણ સામે આવ્યા છે, ગુજરાતના એક નાનકડા ગામની અંદર વિદેશી યુવક યુવતી હિન્દૂ વિધિ અનુસાર લગ્નના બંધનમાં બંધાયા છે જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના સાકરોડિયા ગામમાં રશિયન યુવતી જૂલિયાના લગ્ન જર્મન ઉધોગપતિના પુત્ર સાથે થયા હતા. બંનેના લગ્ન સાકરોડિયા ગામે લાલભાઇ પટેલના પ્રાંગણમાં યોજવામાં આવ્યા હતા.સાકરોડિયામાં યોજાયેલા આ અનોખા લગ્નમાં વર જર્મનીનો અને કન્યા રશિયાની તો જાનૈયા ગુજરાતી હતા.

મૂળ જર્મનીના ક્રિશ મુલર અને રશિયાની જુલિયા ઉખવાકટીનને  વિયેતનામમાં પ્રેમ પાંગર્યો હતો. બંને જણાને ધર્મ પ્રત્યેના જ્ઞાનને મેળવવાનો રસ છે. જેને લઇને બંને અવારનવાર ભારતની મુલાકાત લઇ ચુક્યા છે. તેઓએ ભારતીય સંસ્કૃતીથી આકર્ષાઇને ભારતીય પરંપરા મુજબ લગ્ન કરવા માટે નિર્ણય કર્યો  હતો.

આ લગ્ન કરવા માટે તેમને  તેમના મિત્રની મદદ લીધી હતી અને મિત્રની મદદથી સાબરકાંઠાના હિંમતનગરના ગામડામાં લગ્નનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં વર-વધૂને પીઠી પણ ચોળાઈ. લગ્ન ગીત પણ ગવાયાં અને કન્યાદાન પણ અપાયું. જુલિયા અને ક્રિશ બંને અધ્યાત્ત્મની શોધમાં છે અને તેઓ દાદા ભગવાનથી આકર્ષાયેલાં હતા. આ આકર્ષણ તેમને સાકરોડિયા ગામમાં ખેંચી લાવ્યું.

બંનેના લગ્નમાં સ્થાનિક લોકો ઉપરાંત આગેવાનો પણ નવ દંપતિને આશિર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જર્મન વરરાજા ક્રિસ મૂલ્લર ઘોડે ચઢીને માંડવે પહોંચ્યો હતો. જ્યાં તેણે સાત ફેરા જૂલિયા સાથે ફરીને લગ્નનના તાંતણે બંધાયો હતો અને આખરે તેમની હિંદુ વિધિથી લગ્ન કરવાની ઇચ્છા પણ ફળીભૂત થઈ હતી.

Niraj Patel