બોલીવુડની પ્લેબેક સિન્હર નેહા કક્કડના લગ્નની ચર્ચાઓએ હાલમાં સોશિયલ મીડિયા ઉપર ખુબ જ જોર પકડ્યું છે. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે નેહા અને “મુજસે શાદી કરોગે” કન્ટેસ્ટન્ટ રોહન પ્રીત સિંહ લગ્ન કરી રહ્યા છે. હવે આ ચર્ચા ઉપર નેહાના જુના બોયફ્રેન્ડ હિમાંશ કોહલીની પ્રતિક્રિયા સામે આવી છે.

નેહા અને રોહનપ્રિતના લગ્નની ચર્ચાઓ ઉપર હજુ ના તો નેહા કક્કડ કે ના રોહનપ્રિત દ્વારા કોઈ મહોર મારવામાં આવી છે. પરંતુ સોશિયલ મીડિયા ઉપર એવી ચર્ચા ચાલી રહી છે કે તે બંને 24 ઓક્ટોમ્બર 2020ના રોજ લગ્નના 7 ફેરા લેશે.

હવે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં હિમાંશે જણાવ્યું છે કે: “જો નેહા સાચે જ લગ્ન કરી રહી છે તો મને બહુ જ ખુશી છે કે તે સાચે જ મુવ ઓન કરી રહી છે.” તેને એમ પણ કહ્યું કે દરેકે પોતાના જીવનમાં આગળ વધવું જોઈએ.

તેને કહ્યું કે: “જુઓ, જો નેહા સાચે જ લગ્ન કરી રહી છે તો હું તેના માટે ખુશ છું. તે તેના જીવનમાં આગળ વધી રહી છે. તેના જીવનમાં કોઈ છે અને તેને જોઈને ઘણું જ સારું લાગે છે.”

શું હિમાંશને તેની લવ સ્ટોરી વિશે ખબર છે? આ સવાલના જવાબમ તેને કહ્યું હતું કે: “ના, સહેજ પણ નહિ.” નેહાની એક મિત્રે જણાવ્યું કે લગ્નની આ વાત માત્ર એક અફવા જ છે.

નેહાની મિત્રએ જણાવ્યું કે: “ના, તે લગ્ન નથી કરી રહી. રોહન પ્રિત વાળી અફવાઓ એટલી જ ખોટી છે જેટલી આદિત્ય નારાયણ વાળી ખબર હતી.”

એને આગળ જણાવ્યું હતું કે: “તેને નથી ખબર કે નેહા આ પ્રકારની ઘટિયા પબ્લિસિટી વાળી હરકતોનો શિકાર પોતાને કેમ થવા દેશે. સાથે જ એ વાતને લઈને પણ કઈ સમજી નથી રહી કે મીડિયા કેમ વારંવાર આવી ખબરો ઉપર વિશ્વાસ કરી લે છે.”

તમને જણાવી દઈએ કે નેહા કક્ક્ડ અને હિમાંશ કોહલી ચાર વર્ષ સુધી રિલેશનમાં રહ્યા હતા. અને વર્ષ 2018માં બંનેએ બ્રેકઅપ કરી લીધું હતું. ત્યારબાદ નેહાએ કહ્યું હતું: “હું ફક્ત એટલું કહી શકું છું કે સિંગલ હોવું મારા જીવનનો સૌથી સુંદર અહેસાસ છે.”

નેહાએ આગળ જણાવ્યું હતું કે: “રિલેશનશિપમાં રહેતા સમયે ના તો હું મારા પરિવારને સમય આપી શકું છું ના મારા મિત્રોને. અત્યાર સુધી હું મારી ઉર્જા અને સમય એ માણસ ઉપર ખર્ચી રહી હતી જે તેને ડિઝર્વ નહોતો કરતો.”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.