પટનાના બોરિંગ રોડ પર બુધવારે રાત્રે એક સ્કૂટી સવાર મહિલાએ એવો હાઇ વોલ્ટેજ ડ્રામા કર્યો કે પોલિસનો પણ પરસેવો છૂટી ગયો. આ દરમિયાન મહિલા તેના મનમાં જે આવ્યુ એ બોલતી ગઇ. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારથી લઇ મોદી સુધીના વિરોધમાં તેણે અભદ્ર ટિપ્પણી કરી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.
એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, યુવતિ પહેલા પણ આવા ડ્રામા કરી ચૂકી છે અને પોલિસવાળા સાથે પણ ભીડી ગઇ છે. પોલિસે કોરોના કાળમાં નિયમ તોડનાર વિરૂદ્ધ તે સખ્તી સાથે પેશ આવી રહી છે. પોલિસનું કહેવુ છે કે, કાનૂનનું ઉલ્લંઘન કરનારને હાલમાં છોડવામાં નહિ આવે.
જાણકારી અનુસાર, મહિલા હેલ્મેટ વગર હતી. પોલિસવાળાએ તેને રોકીને હેલ્મેટ નહિ પહેરવા બદલ ફાઇન ભરવાનુ કહ્યુ. આ વાત સાંભળતા જ મહિલા ગુસ્સે થઇ ગઇ અને જે મનમાં આવે તેમ બોલવા લાગી. આ દરમિયાન તે પોલિસવાળા સાથે પણ ચર્ચા કરતી જોવા મળી રહી છે.
તમે પણ જુઓ આ વાયરલ વીડિયો :-
पटना के बोरिंग रोड चौराहे पर एक युवती ने मंगलवार की रात जमकर ड्रामा किया। मैडम ने मुख्यमंत्री नीतीश कुमार और एसएसपी उपेंद्र शर्मा को भी नहीं बख्शा। मैडम दिल्ली वाली मोहतरमा से इंप्रेस लगीं, जो सड़क पर अपने पति को चुम्मा लेने को उतावली थीं। इसी थ्रेड में देखें और वीडियो pic.twitter.com/GH3srb8FJr
— Shubh Narayan Pathak (@PathakSNarayan) May 6, 2021