અમદાવાદ બાપુનગર: સુંદર હાઈપ્રોફાઈલ મહિલાઓ સાથે એકાંતમાં જે કરવું હોય તે કરો, ઓફિસમાં પોલીસે રેડ પાડતા જ ચોંકી ઉઠાય એવો કાંડ બહાર આવ્યો

સુંદર ભાભીઓ સાથેરાતો ગુજારો  કરો, લોકો ઓનલાઇન રૂપિયા આપવા લાગ્યા, બાપુનગરના હીરાવાડીમાં પોલીસે રેડ પડી તો બધા ચોંકી ઉઠ્યા

ગુજરાતમાંથી અવાર નવાર સંબંધની લાલચ આપી લોકો સાથે ઠગાઇ કરતા ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર યુવતિઓ દ્વારા યુવકોને ફસાવી તેમનો ગંદો વીડિયો કે ફોટા ક્લિક કરી તેમને બ્લેકમેઇલિંગ કરી હનીટ્રેપનો શિકાર કરવામાં આવતો હોય છે. ઘણીવાર ડમી યુવતિઓ દ્વારા સંબંધની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવતી હોય છે.

ત્યારે હાલમાં અમદાવાદમાંથી આવું એક કોલ સેન્ટર ઝડપાયુ છે. અમદાવાદના બાપુનગરમાં મહિલાઓને સાથે રાખી ચાલતા એક હાઇપ્રોફાઇલ કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. ટોળકીના સભ્યો દ્વારા સંપર્કમા આવેલા લોકોને યુવતીઓ કે મહિલાઓ સાથે સંબંધ બાંધવાની અને એકાંત વિતાવવાની વાત કરીને પૈસા પડાવવામાં આવતા હતા.

અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા મહિલા આરોપી કિશોરી જોષી સહીત કમલ ઉર્ફે કિશન વાઢવાની, દેવદત્ત ઉર્ફે દેવભાઈ જાદવ, ચિરાગ ગુપ્તા, મોન્તિ કેવલાની, ભાવેશ પરમાર, અને અનિકેત ખેરનારની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ હાઇ પ્રોફાઈલ યુવતીઓ સાથે સંબંધની લાલચ આપી ડમી યુવતી સાથે વાત કરાવી હોટલ તથા બીજા ચાર્જ પેટે રૂપિયા પડાવતા અને લોકો સાથે છેતરપિંડી કરતા, હાલ તો ગેંગનો માસ્ટર માઈન્ડ કમલ વાઘવાણી હોવાનું જાણવા મળ્યું છે. જે બાપુનગર હીરાવાડી ખાતે આવેલ સહજાનંદ એવન્યુમાં આ કોલ સેન્ટર ચલાવતો હતો.

આરોપીઓ પાસેથી પોલિસે 17 મોબાઈલ અને અલગ અલગ કંપનીના સીમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. હોટલ અને અન્ય ચાર્જ પેટે આરોપીઓ ગુગલ પે અથવા ફોન પે મારફતે પૈસા પડાવતા હતા. કેટલાક યુવકોને નોકરીએ રાખી મુખ્ય આરોપી આ કોલ સેન્ટર ચલાવતો અને અલગ અલગ વેબસાઇટ પર પોતાના ફોન રજીસ્ટર કરાવતો અને જે પણ ગ્રાહક આ નંબર પર કોલ કરે ત્યારે તેમની સાથે મિત્રતા કેળવતો અને લોભામણી વાતો કરી સંબંધની લાલચ આપી પૈસા પડાવતો.

આરોપીએ દેશમાંથી ઘણા લોકો પાસેથી પૈસા પડાવ્યા છે. કમલ વાઘવાણી પહેલા પણ ગાંધીનગરમાં આ પ્રકારે કોલ સેન્ટર ચલાવતો હોવાનું સામે આવ્યુ છે અને તે પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. સાઈબર ક્રાઈમ બ્રાંચની ટીમે આ ગેંગને ઝડપી પાડવા માટે સોશિયલ મીડિયા અને હ્યુમન સોર્સની મદદથી વોચ ગોઠવવામાં આવી હતી.

બાતમી મળી હતી કે બાપુનગરના હીરાવાડીમાં સહજાનંદ ફ્લેટના ચોથા માળે કમલ વાધવાણી તેના માણસો સાથે આ પ્રકારે કોલ સેન્ટર ચલાવે છે અને લોકોને યુવતીઓ અને મહિલાઓ સાથે એકાંત માણવાની લાલચ આપી ઓનલાઈન રુપિયા ખંખેરે છે, જે આધારે સાઈબર ક્રાઈમની ટીમે ઘટના સ્થળે દરોડા પાડ્યા અને પોલીસે જ્યારે આરોપીઓની પૂછપરછ કરી તો ખુલાસો થયો કે, કડીમાં રહેતી કિશોરીબેન તેમને આ કામમાં સાથ આપતી હતી.

Shah Jina