ગર્ભવતી મહિલા માટે ભારતીય સેના બની ભગવાન: ધોધમાર હિમવર્ષા વચ્ચે 6.5 કી.મી. સુધી મહિલાને સ્ટ્રેચર ઉપર ઊંચકીને પહોંચાડી હોસ્પિટલ, જુઓ વીડિયો

દરેક ભારતીયને ભારતીય સેના ઉપર ગર્વ છે. ભારતીય સેનાએ દેશની રક્ષા કરવા સાથે સાથે બીજા પણ ઘણા એવા કામ કરે છે જેના કારણે દેશવાસીઓ પણ દિલથી તેમને સલામ કરે છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેને ફરી એકવાર દેશવાસીઓનું દિલ જીતી લીધું છે.

આ વીડિયો સામે આવ્યો છે જમ્મુ-કાશ્મીરમાંથી. જ્યાં ભારતીય સેનાની ચિનાર કોર્પ્સ યુનિટ દ્વારા રવિવારના રોજ જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાની એક સ્થાનિક ગર્ભવતી મહિલાને  સ્ટ્રેચર ઉપર હોસ્પિટલ પહોંચાડી હતી. જેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ચિનાર કોર્પ્સ દ્વારા એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે “ચિનાર યોદ્ધાઓએ ગર્ભવતિ મહિલા માટે તાત્કાલિક ચિકિત્સા સહાયતા માટે શોપિયાંના રામનગરીથી સંકરપૂર્ણ કોલ આવ્યો હતો. ભારે હિમવર્ષામાં બચાવ દળ ગર્ભવતી મહિલાને સ્ટ્રેચર ઉપર બેસાડીને જિલ્લા હોસ્પિટલ શોપિયાં લઇ ગયા. બાદમાં મહિલાએ એક બાળકને જન્મ આપ્યો.”

તો આના પહેલા શનિવારના રોજ ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના બોનિયાર તાલુકાના ઘગ્ગર હિલ ગામમાંથી એક ગર્ભવતી મહિલાને ભારે હિમવર્ષા અને રસ્તાની સ્થિતિ ખતરનાક હોવા છતાં બોનિયારમાં પ્રાથમિક સ્વાસ્થ્ય દેખભાળ કેન્દ્રમાં શિફ્ટ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

મહિલાને હોસ્પિટલ લઈ જવી જરૂરી હતી, તેથી સૈનિકો તેની સાથે પગપાળા રવાના થયા. આ દરમિયાન ભારે હિમવર્ષા થઈ રહી હતી. ભારે હિમવર્ષા અને ખરાબ હવામાન વચ્ચે પણ ભારતીય જવાનોનો જુસ્સો એક પણ વાર ડગમગ્યો નહીં અને હોસ્પિટલ પહોંચ્યા પછી જ તેમનાં પગ અટક્યા.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલી ઝડપે બરફવર્ષા થઈ રહી હતી. હોસ્પિટલ પહોંચતા જ ત્યાં હાજર લોકોએ ભારતીય જવાનોના જુસ્સાના વખાણ કર્યા અને તેમનો આભાર માન્યો. હાલ મહિલા સંપૂર્ણપણે સુરક્ષિત છે. સૈન્યના જવાનોના આ ઉમદા કાર્યની પ્રશંસા કરનારાઓમાં ગર્ભવતી મહિલાના પરિવારજનો પણ સામેલ છે.

 

 

Niraj Patel