ઘણીવાર કેટલીક ખબરો આપણને વિચલિત કરી દે છે. માનવતાને શર્મશાર કરે છે. એવા દ્રશ્ય અને કહાનીઓને જોયા બાદ માણસાઇ પરથી આપણને વિશ્વાસ ઉઠી જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. જેમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ લોકો પાસે ભીખ માંગી રહ્યો છે. તે ભીખ એટલે માંગી રહ્યો છે કારણ કે દીકરાની લાશને તે લઇ જઇ શકે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દીકરાની લાશ માટે હોસ્પિટલ કર્મચારીએ 50 હજાર રૂપિયાની માંગ કરી અને આર્થિક રૂપે કમજોર હોવાને કારણે પિતા શહેરમાં ફરી ફરી પૈસાની માંગ કરી રહ્યા છે.
આ મામલો બિહારના સમસ્તીપુરમાંથી સામે આવ્યો છે, જેની દાસ્તાં માત્ર તમને જ દુ:ખી નહિ કરે પરંતુ તમને એ વિચારવા પર મજબૂર કરી દેશે કે દુનિયામાં આખરે આ શું થઇ રહ્યુ છે. શું ખરેખર આપણે એવા દૌરમાં આવી ગયા છે, જ્યાં માણસાઇથી ઉપર બધુ જ છે. જ્યાં સંવેદનાઓએ લોહીમાં વહેવાનું બંધ કરી દીધુ છે. જ્યાં કોઇની મોત થોડા ઘણા રૂપિયા આગળ આવી જાય છે. જ્યાં એક પિતા એટલો મજબૂર હોઈ શકે કે તેને પુત્રની લાશ માટે ભીખ માંગવી પડે. આ વાર્તા માત્ર બિહારની જ નથી, પરંતુ તંત્રના ગેરવહીવટની છે, જેના માટે કોઈ શહેર કે સ્થળની જરૂર નથી. બિહારનું સમસ્તીપુર આવા જ એક પિતાની દર્દનાક કહાનીનું સાક્ષી છે.
બિહારના સમસ્તીપુરની સદર હોસ્પિટલનો આ મામલો છે. માતા-પિતા તેમની ઝોલી ફેલાવી રહ્યા છે અને પુત્રના જીવન માટે નહીં, પરંતુ તેના મૃત શરીર માટે ભીખ માંગી રહ્યા છે. કથિત રીતે હોસ્પિટલના એક કર્મચારીએ મૃતદેહ છોડાવવા માટે આ પિતા પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરી છે. જ્યારે ગરીબ માતા-પિતા પાસે પુત્રની લાશ લેવા માટે પૈસા નથી. તેઓ પોતાની ઝોલી ફેલાવીને 50 હજાર રૂપિયાની વ્યવસ્થા કરવા નીકળ્યા છે. આ ઘટના 7 જૂનની જણાવવામાં આવી રહી છે. પૂરા મામલાની તપાસ માટે સિવિલ સર્જને ટીમ ગઠિત કરી છે.આ મામલો તાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કસ્બે આહારનો છે.
મહેશ ઠાકુરનો માનસિક વિકલાંગ પુત્ર 25 મેના રોજ ગુમ થયો હતો. સગાસંબંધીઓએ ઘણી શોધખોળ કરી, પરંતુ તે મળ્યો ન હતો. આ દરમિયાન 7 જૂને પરિવારને ખબર પડી કે મુસરીઘરારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે સંબંધીઓ જાણવા માટે મુસરીઘરારી પોલીસ સ્ટેશન પહોંચ્યા, ત્યારે તેઓએ સદર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ હોમમાં મૃતદેહ હોવાનું જણાવ્યું. જ્યારે માતા-પિતા તેમના પુત્રના મૃતદેહને લેવા માટે સદર હોસ્પિટલ પહોંચ્યા તો ત્યાંના પોસ્ટમોર્ટમ કર્મચારીઓએ મૃતદેહ બતાવવાની ના પાડી દીધી.
#Bihar : समस्तीपुर मे जवान बेटे का पोस्टमार्टम के लिए माता-पिता कर रहे हैं चंदा इकट्ठा,पोस्टमार्टम कर्मी ने कहा 50 हज़ार लाओ और बेटे का शव ले जाओ।#Bihar #Samastipur pic.twitter.com/owNH2HhUIX
— Online News India (@OnlineNewsIndi1) June 8, 2022
ઘણી આજીજી બાદ જ્યારે લાશ બતાવવામાં આવી ત્યારે પિતાએ પુત્ર સંજીવ ઠાકુરને ઓળખી કાઢ્યો હતો. મૃતકના પિતાએ પોસ્ટમોર્ટમ વર્કરને મૃતદેહ આપવા વિનંતી કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે તેણે મૃતદેહ આપવાને બદલે 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. પિતાએ ગરીબ પરિવારમાંથી પોતાને ટાંકીને મૃતદેહ આપવા માટે આજીજી કરી, પરંતુ તે માન્યો નહીં અને અંતે લાચાર માતા-પિતાએ પૈસા એકઠા કરવા માટે ભીખ માંગવાનું શરૂ કર્યું.