અરે બાપ રે…. CCTVમાં કેદ થઇ ગયું કૂતરાનું ભૂત?, વીડિયો જોઈને લોકો પણ થરથર કંપી રહ્યા છે !!

જો તમે ઈશ્વરમાં શ્રદ્ધા રાખો છો અને ધરતી ઉપર ઈશ્વર હોવાનું માનતા હોય તો ભૂત પણ આ ધરતી ઉપર છે તે વાત ઉપર વિશ્વાસ કરવો પડશે? આજે સાયન્સ ભલે ગમે તેટલું આગળ કેમ ના નીકળી ગયું હોય, પરંતુ આ ધરતી ઉપર ભૂત ના હોવાની વાત ઘણા લોકો આજે પણ નકારી શકતા નથી.

સોશિયલ મીડિયામાં પણ ભૂતના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકોમાં પણ ડરનો માહોલ ફેલાઈ ગયો છે, કારણ કે મોટાભાગના વીડિયોની અંદર લોકોએ માણસના ભૂતને જોયું હશે, પરંતુ આ વીડિયોમાં એક કૂતરાનું ભૂત જોવા મળી રહ્યું છે? એવું લોકોનું માનવું છે.

આ વીડિયોને જોઈને ઓસ્ટ્રેલિયામાં રહેવા વાળા અમન પણ સદમાંમાં આવી ગયો છે, જયારે તેને સીસીટીવી ફૂટેજમાં તેના પાલતુ કુતરા રાઇડરને તેના પાછળના બગ્ગોચમાં એક ભૂતિયા કુતરા સાથે રમતા જોયો હતો. સોશિયલ મીડિયામાં આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને ઘણા લોકો કોમેન્ટમાં તેને ભૂતિયા કૂતરું માનવાથી પણ ઇન્કાર કરી રહ્યા છે.આ વિડીયોની પુષ્ટિ ગુજ્જુરોક્સ નથી કરતું.


વીડિયોની અંદર રાઇડરને જેક ડેમાર્કોના મેલબર્ન હાઉસના બેકયાર્ડમાં એક પારદર્શી સફેદ કુતરાનો પીછો કરતા જોવામાં આવ્યો. કુતરાને જોઈને એવો અનુભવ થયો કે તે થોડી સેકેંડ માટે બેકયાર્ડના વાડામાં આવ્યો અને પાલતુ કુતરા સાથે રમ્યો. થોડીવાર બાદ ફ્રેમમાં “ધ ગોસ્ટ ડોગ” જોવા મળી રહ્યો નહોતો.ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલમાં કેટરસ ન્યૂઝ એજન્સીને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે CCTV ફૂટેજ જોયા બાદ જેક ‘ઘોસ્ટ ડોગ’ જોવા માટે બહાર દોડ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તે ગાયબ થઈ ગયો હતો.

Niraj Patel