ઢોલીવુડ મનોરંજન

ગુજરાતી ફિલ્મો અને નાટકના આ દિગ્ગજ અભિનેતાનું થયું નિધન, શોકમાં ડૂબ્યું ઢોલીવુડ

કોરોના આવ્યો ત્યારેથી એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. બોલીવુડમાંથી ઘણા દિગ્ગજ અભિનેતાઓના નિધનના સમાચાર બાદ હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પણ આજે એક ખુબ જ દુઃખદ સમાચાર આવ્યા છે.

Image Source (Facebook- Hasmukh Bhavsar)

ગુજરાતી ફિલ્મો અને નાટકના સુપ્રસિદ્ધ અને દિગ્ગજ અભિનેતા હસમુખ ભાવસરનું નિધન થયું છે. તેમના નિધનથી ઢોલીવુડમાં ઊંડું દુઃખ વ્યાપી ગયું છે. હસમુખ ભાવસારે ગુજરાતી ફિલ્મો અને નાટકો ઉપરાંત હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Image Source (Facebook- Hasmukh Bhavsar)

હસમુખ ભાવસારે ગુજરાતી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે અને તેમના અભિનયની ધારાવાહિક “એક ડાળના પંખી” દર્શકોમાં ખુબ જ લોકપ્રિય પણ બની હતી. આ ઉપરાંત તેમને “ભલા ભુસાના ભેદભરમ” જેવી ધારાવાહિકોમાં પણ કામ કર્યું છે. તેમની અંતિમ ધારાવાહિક “મામાનું ઘર કેટલે” હતી.

Image Source (Facebook- Hasmukh Bhavsar)

ગુજરાતી ફિલ્મોમાં પણ તેમના અભિનયને ખુબ જ વખાણવામાં આવતો હતો તેમને “સોનોગ્રાફી” (2016), “કમિટમેન્ટ” (2016) “મોનાલિસા” (2017) જ્યારે કોમેડી નાટક બાપ વેચવાનો છે (2017)માં કામ કર્યું છે.

Image Source (Facebook- Hasmukh Bhavsar)

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને રંગમંચ ભૂમિ હસમુખ ભાવસારના અભિનય અને તેમના કામોને હંમેશા યાદ રાખશે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે !! ૐ શાંતિ શાંતિ !!