BREAKING : દિગ્ગજ ક્રિકેટરની બહેનનું થયું નિધન, IPL છોડીને ઘરે…જાણો સમગ્ર વિગત

ગઈકાલે શનિવારે ડબલ હેડર મુકાબલાની બીજી મેચમાં બેંગ્લોરનો સામનો મુંબઈની ટીમ સાથે થયો હતો. IPLS ની મેચ સમયે જ બેંગ્લોરના ફાસ્ટ બોલર હર્ષલ પટેલની બહેનના નિધનના સમાચાર આવ્યા હતા. દુઃખની આ ઘડીમાં ટીમ આ ક્રિકેટર સાથે દેખાઈ અને મેનેજમેન્ટે તાત્કાલિક ઘરે જવાની વ્યવસ્થા કરી.

અત્યારે તે ટૂર્નામેન્ટ રમવાના કારણે બાયો બબલનો ભાગ છે. તેણે બાયો બબલમાંથી બહાર નીકળીને ઘરે જવું પડ્યું. આ કારણે હવે તેણે બબલમાં પાછા ફરવા માટે ક્વોરન્ટાઇનના નિયમોનું પાલન કરવું પડી શકે છે. ગુજરાતી સ્ટાર હર્ષલ પટેલ ઘરે પરત ફર્યો છે. તે થોડા દિવસો બાદ ફરીથી ટીમ સાથે જોડાશે. જણાવી દઈએ કે, હર્ષલની બહેનની તબિયત થોડા દિવસોથી સારી ન હતી.

શનિવારે આરસીબી અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં આરસીબીની ટીમે 7 વિકેટે જીત મેળવી હતી. આ મેચ પછી હર્ષલ પટેલને સમાચાર મળ્યા કે તેમના પરિવારના બહેનનું નિધન થયું છે. આ પછી તે ઘરે પરત ફર્યો હતો. મુંબઈ સામેની મેચમાં હર્ષલ પટેલે 4 ઓવરમાં 23 રન આપીને 2 મહત્વની વિકેટ લીધી હતી.

ગઈકાલે આઈપીએલની એક ક્રિકેટ ગેમ ચાલી રહી હતી ત્યારે હર્ષલ પટેલની બહેન અર્ચિતા પટેલનું નિધન થયું હતું. આ સમાચાર સાંભળીને તે મેચ પૂર્ણ થયાં બાદ તરત જ તેના ઘરે ગયો. તે તેની સિસ્ટરના અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા પછી તરત જ ટીમમાં ફરી આવશે. જો કે, ક્વોરન્ટાઈનના કારણે, તેણે ત્રણ દિવસ સુધી બાયો-બબલથી દૂર રહેવું પડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની બહેન બીમાર હતી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ક્રિકેટરની બહેન અર્ચિતા પટેલ ત્રણ ભાઈ બહેનમાં સૌથી નાની હતી. આવી સ્થિતિમાં ગુજરાતી ક્રિકેટર તેની નાની સિસ્ટરની ખૂબ નજીક હતો. આ જ કારણ છે કે તેમની સિસ્ટરના નિધનના ન્યુઝ સાંભળતા જ તેઓ તેમના ઘર તરફ રવાના થઈ ગયા હતા. 31 વર્ષીય હર્ષલ પટેલ ગુજરાતના સાણંદનો વતની છે. સાણંદ અમદાવાદ જિલ્લામાં આવે છે અને તેઓ પુણેથી સીધા અમદાવાદ જવા નીકળ્યા હતા. જોકે, તે પુણેથી સીધો અમદાવાદ ગયો કે પહેલા મુંબઈ ગયો હતો તે અંગે જાણી શકાયું નથી.

YC