પોતાની બહેનને યાદ કરીને ભાવુક થયો RCBનો સ્ટાર બોલર હર્ષલ પટેલ, કહ્યું, “પોતાના છેલ્લા શ્વાસ સુધી ચહેરા ઉપર મોટા સ્મિત સાથે…”

IPL ચર્મ સીમાએ છે, દરેક ટીમ પોતાનુ શ્રેષ્ઠ પ્રદર્શન બતાવી રહી છે, યુવા ખેલાડીઓ પણ આ વખતે પોતાની પ્રતિભાની છાપ છોડી રહ્યા છે, એક તરફ જ્યાં મુંબઈ અને ચેન્નાઇની ટીમો સતત હારનો સામનો કરી રહી છે, ત્યારે નવી ટીમોએ દબદબો બનાવી લીધો છે. આ વર્ષે RCB પણ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યું છે, પોઇન્ટ ટેબલમાં હાલ તે 6માંથી 4 જીત સાથે ત્રીજા નંબર ઉપર આવી ગયું છે.

ત્યારે થોડા દિવસ પહેલા જ RCB માટે એક દુઃખદ સમાચાર આવ્યા હતા. RCBના સ્ટાર બોલર હર્ષલ પટેલની બહેનનું નિધન થયું હતું જેના કારણે તે બાયોબબલમાંથી નીકળી અને ઘરે પરત ફર્યો હતો. પરંતુ હવે તેને ટીમમાં વાપસી કરી લીધી છે. પરંતુ બહેનના નિધનનું દુઃખ તે હજુ સુધી ભુલાવી શકતો નથી.

હાલમાં જ હર્ષલ પટેલે તેના સોશિયલ મીડિયામાં એક ઈમોશનલ પોસ્ટ કરી છે અને તેની બહેનને યાદ કરી છે. સોશિયલ મીડિયા પર તેની બહેન સાથેનો પોતાનો એક ફોટો શેર કરતા હર્ષલે લખ્યું કે “તમે અમારા જીવનના સૌથી દયાળુ અને ખુશ વ્યક્તિ હતા. તમે તમારા છેલ્લા શ્વાસ સુધી તમારા ચહેરા પર મોટી સ્મિત સાથે જીવનની મુશ્કેલીઓનો સામનો કર્યો.”

હર્ષલે આગળ જણાવ્યું છે કેમ, “જ્યારે હું તમારી સાથે હોસ્પિટલમાં હતો, ત્યારે તમે મને મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તમારી ચિંતા ન કરવાનું કહ્યું હતું. આ શબ્દો જ એક કારણ હતું કે હું કાલે રાત્રે પાછો આવી શક્યો અને ઉતરી શક્યો. હું તે બધું કરવાનું ચાલુ રાખીશ જેનાથી તમને મારા પર ગર્વ થાય. હું તમને મારા જીવનની દરેક ક્ષણે, સારા અને ખરાબ સમયમાં યાદ કરીશ.”

 

View this post on Instagram

 

A post shared by Harshal Patel (@harshalvp23)

તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ બાદ હર્ષલ પટેલને તેની બહેનના મૃત્યુના સમાચાર મળ્યા. જેના બાદ તે બાયો બબલમાંથી નીકળી અને સીધો જ ઘરે જવા માટે રવાના થયો હતો અને બહેનની અંતિમ વિધિ પૂર્ણ કરીને બે દિવસ બાદ જ તે RCB સાથે પાછો જોડાઈ પણ ગયો હતો.

Niraj Patel