આ બિઝનેસમેને પૂછેલા ગણિતના સવાલમાં ઉલઝાઈ રહ્યા છે લોકો, તમે પણ આપી શકો છો સાચો જવાબ

એએપીજી ઇન્ટરપ્રાઈઝના ચેરમેન અને બિઝનેસમેન હર્ષ ગોયંકા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે. તે મજેદાર જોક્સ અને બ્રેન ટીઝર શેર કરે છે. આ વખતે તેમને ટ્વીટર ઉપર ગણિતનો એક સવાલ શેર કર્યો છે. જેને ઉકેલવામાં લોકોના પસીના છૂટી રહ્યા છે.

તેમને જણાવ્યું છે કે કોઈપણ ગણિતનું સાઈન લગાવે અને સોલ્વ કરે. સાથે જ કહ્યું છે કે જો જીનિયસ છે તો સોલ્વ કરીને બતાવે. તેમની આ ટ્વીટ ખુબ જ વાયરલ થઇ રહી છે.

હર્ષ ગોયંકાએ ગણિતના સવાલમાં ઘણા અંક સામે રાખ્યા છે અને બધાનો જવાબ 6 આપ્યો છે અને કહ્યું છે કે કોઈપણ ગણિતનું ચિન્હ જોડો. જો તમે બધા સોલ્વ કરી લો છો તો તમે જીનિયસ છો.

તેમને આ પોસ્ટ 8 એપ્રિલના રોજ કરી હતી. જેના ઉપર અત્યાર સુધી 1.8 હજાર કરતા પણ વધારે લાઈક આવી ચુકી છે. સાથે જ 331 રીટ્વીટ પણ થઇ ચુકી છે. લોકોએ પેન પેપર કાઢી અને તેને સોલ્વ કરવાનું પણ શરૂ કરી દીધું છે. કોઈ કન્ફ્યુઝ થઇ ગયું તો કોઈએ આખું જ સોલ્વ કરી લીધું. એક વ્યક્તિએ તો તરત જ આ સવાલોને સોલ્વ કરી દીધા જેના ઉપર ગોયંકાએ લખ્યું છે “લાગે છે તમે જીનિયસ છો.”

Niraj Patel