ગુજરાતની ભૂમિ સંતોની ભૂમિ તરીકે ઓળખાય છે અને આપણે ત્યાં ઘણા એવા ભજનો રચાયા છે જેને વિશ્વ લેવલે ખ્યાંતના મેળવી છે. મોટાભાગના ઘરની સવાર ભજન સાથે જ થતી જોવા મળે છે. આપણે ત્યાં એવું પણ કહેવાય છે કે સવારે ભજન સાંભળવાથી મન પ્રફુલ્લિત રહે છે અને દિવસ સારો પસાર થાય છે. (તસવીરો અને વીડિયો: ધવલરાજસિંહ ચૌહાણ )
ઘણા એવા ભજનો જે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે તેવા ભજનોના રીમેક વર્જન પણ જોવા મળે છે.ત્યારે લોકમુખે સતત ગવાતા સંભળાતા પરંપરાગત ગુજરાતી લોકગીતો, ભજનોને આકર્ષક અને આધુનિક રીતે રીમેક કરીને યંગસ્ટર્સના વિશાળ વર્ગમાં ગુજરાતી લોકસંગીતને પ્રચલિત કરવામાં હાલના દિવસોમાં નોંધપાત્ર પ્રદાન કરી રહેલા સુરતના જગદીશ ઇટાલિયા વધુ એક ગુજરાતી ભજન ” હરી તુ”નું અફલાતૂન રીમેક પોપ સ્કોપ મ્યુઝિક ના સથવારે લઇને આવી રહ્યા છે.
ગુજરાતી સંગીતમાં જેમનું યોગદાન મુઠ્ઠી ઉંચેરું છે એ પ્રફુલ દવેના કંઠે ગવાયેલુ અને ગુજરાત જ નહીં પરંતુ વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી સમાજના લોકોના કંઠે વારંવાર જે સાંભળવા કે સંભળાતું જોવા મળે છે એ ” હરી તુ”ની જગદીશ ઈટાલીયા દ્વારા થઇ રહેલી રિમેક ફરીવાર અબાલવૃદ્ધ ગુજ્જુઓને ઘેલું લગાડશે એવું તેના પ્રોમોસ પરથી વર્તાય રહ્યું છે.
લોકડાઉનના સમયમાં જ્યારે વાહન વ્યવહારની સુવિધાની પરવાહ કર્યા વગર પરિવાર સમેત પગપાળા વતનની વાટે નીકળી પડેલા શ્રમજીવી પરિવારને વતન પહોચવા પડેલી પારાવાર મુશ્કેલીઓને જગદીશ ઈટાલીયા” હરી તુ “ને સંગીતથી મઢવા સાથે ફિલ્માંકિત કરવાનો અદભૂત પ્રયાસ કર્યો છે.
જગદીશ ઈટાલીયાની સતત પડખે રહેતા અજિત ઈટાલીયાએ આ વીડિયોના કોન્સેપ્ટને વિઝયુલાઇઝ કર્યો છે. ફરી એક વાર હાર્દિક ટેલરે ગુજરાતી સંગીતમાં કંઇક નવીન પ્રદાન કરવાના ઉમળકા સાથે ” હરી તુ “માં કર્ણપ્રિય સંગીતનું સર્જન કર્યું છે.
અગાઉ જગદીશ ઇટાલિયાના કંઠે ગવાયેલું આંખનો અફિણી વીડિયો સોંગ કે જેને 80 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, વાલમ આવો ને 20 લાખથી વધુ વ્યૂઝ સાથે ગુજરાતીઓની પસંદને પામ્યા છે.