હાર્દિક પંડ્યાને બોલ વાગતા જ નતાશાના ચહેરા ઉપર છવાયું દુઃખ, પછી રાશિદની ધાકડ બેટિંગ જોઈને ખુશીથી ઝૂમવા લાગી નતાશા, જુઓ વીડિયો

IPL 2022નો રોમાંચ ચરમ સીમાએ છે. દરેક ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે મેદાન ઉપર પરસેવો પાડી રહી છે અને દરેક મેચમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. ત્યારે 40મી મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ મેચમાં હાર્દિક પંડ્યા બેટિંગથી કોઈ ચમત્કાર બતાવી શક્યો નહોતો. જ્યારે હાર્દિકે પંડ્યાના ખભા પર બોલ વાગ્યો ત્યારે હાર્દિકની પત્ની નતાશા સ્ટેનકોવિક પરેશાન જોવા મળી હતી. હાર્દિક પંડ્યા ઉમરાન મલિકના બોલ પર મોટો શોટ મારવા માંગતો હતો, પરંતુ બોલ તેના ખભા સાથે અથડાયો અને પાછળ ગયો, જેના કારણે તે દર્દથી કણસતો જોવા મળ્યો. આના પર સ્ટેન્ડમાં બેઠેલી તેની પત્ની નતાશા સ્ટેનકોવિક પરેશાન દેખાતી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાર્દિક પંડ્યા મેચમાં મોટી ઇનિંગ રમી શક્યો ન હતો અને માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો.

એક પછી એક ગુજરાતની 5 વિકેટ પડી ગયા બાદ ગુજરાત ટાઇટન્સ અને તેના ચાહકો નિરાશ થતા જોવા મળી રહ્યા હતા. હાર્દિક પંડ્યાની પત્ની નતાશા પણ માયુસ થઈને સ્ટેન્ડમાં બેસી ગઈ હતી, ત્યારે ગુજરાતની જીતની કમાન રાહુલ તેવટિયા અને રાશિદ ખાનના હાથમાં હતી, જયારે છેલ્લી ઓવરોમાં આ બંને ખેલાડીઓએ જે રીતે બેટિંગ કરી તે જોઈને સૌ કોઈ ઝૂમવા લાગ્યા હતા.

એક સમયે આ મેચ સંપૂર્ણપણે સનરાઇઝર્સ હૈદરાબાદના હાથમાં હતી અને ગુજરાત ટાઇટન્સને છેલ્લી મેચમાં જીતવા માટે 22 રનની જરૂર હતી. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને પણ પોતાની જીતનો વિશ્વાસ હતો, પરંતુ રાશિદ ખાને છેલ્લી ઓવરમાં જે કર્યું તેની કોઈને અપેક્ષા નહોતી. ગુજરાત ટાઇટન્સને છેલ્લી મેચમાં જીતવા માટે 22 રનની જરૂર હતી.

માર્કો જેન્સન સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આ ઓવર કરવા આવ્યો હતો. માર્કો જેન્સેનના પહેલા બોલ પર રાહુલે સિક્સર ફટકારી અને બીજા બોલ પર રન બનાવ્યો. હવે ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 4 બોલમાં 15 રનની જરૂર હતી અને રાશિદ ખાન સ્ટ્રાઇક પર હતો. રાશિદ ખાને છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર માર્કો જાન્સેનને તેના માથા પર સિક્સર ફટકારી હતી. ચોથા બોલ પર કોઈ રન થયો ન હતો અને છેલ્લા બે બોલમાં 9 રનની જરૂર હતી.

પાંચમા બોલ પર રાશિદે એક્સ્ટ્રા કવર પર સિક્સર ફટકારી હતી. આ પછી હવે એક બોલમાં ત્રણ રનની જરૂર હતી. છેલ્લા બોલ પર રાશિદ ખાને સિક્સર ફટકારીને ગુજરાત ટાઇટન્સને અશક્ય જીત અપાવી હતી અને અચાનક જ સનરાઇઝર્સ હૈદરાબાદની કેમ્પમાં ખુશીઓ દુ:ખમાં ફેરવાઇ ગઈ હતી.

Niraj Patel