ભારતીય ટીમ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પિંક બોલ ટેસ્ટની તૈયારીઓમાં લાગેલી છે. ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં ત્રીજી ટેસ્ટ અમદાવાદના નવિનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી રમાશે. બંને ટીમ આ સમય સિરીઝમાં 1-1 પર બરાબર છે.
ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મોટેરા સ્ટેડિયમ પહોંચીને એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીર તેમણે સ્ટેડિયમમાં ક્લિક કરેલી છે. તેમણે મોટેરા સ્ટેડિયમના અનુભવને “સ્વપ્નિલ” લખ્યુ છે. આ તસવીરમાં દુનિયાનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ ખૂબ જ સુંદર લાગી રહ્યુ છે.
It feels surreal to be out here at the world’s largest cricket stadium, Motera.
Absolutely magnificent 💙💙@JayShah @GCAMotera @mpparimal @DhanrajNathwani pic.twitter.com/EL8l7G4hFj
— hardik pandya (@hardikpandya7) February 19, 2021
હાર્દિકે સોશિયલ મીડિયા પર એક બીજી તસવીર શેર કરી છે જેમાં તેની સાથે એક નવું મહેમાન પણ જોવા મળી રહ્યુ છે. હાર્દિક પંડ્યા જયારે મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા અને તસવીર ક્લિક કરાવી હતી તેમાં એક તસવીરમાં તેમની સાથે એક કૂતરું જોવા મળી રહ્યુ હતું. આ તસવીરના કેપ્શનમાં તેમણે લખ્યુ હતુ કે, “મોટેરા સ્ટેડિયમમાં સ્પેશિયલ મહેમાન”
ટીમ ઇન્ડિયાએ મેદાન પર અત્યાર સુધી 12 ટેસ્ટ રમી છે. જેમાંથી 2માં હાર મળી અને 6 ડ્રો રહી છે. ટીમ ઇંડિયાએ અહીં છ ટીમો સામે ટેસ્ટ રમી છે. ટીમ ઇંડિયાએ આ મેદાન પર અંતિમ ટેસ્ટ નવેમ્બર 2012માં ઇંગ્લેન્ડ સામે રમી હતી.
અમદાવાદ પહોંચ્યા બાદ ભારતીય સ્પિનર અશ્વિને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ સાથે તેઓ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
ઘણા વર્ષો બાદ મોટેરા સ્ટેડિયમમાં રમાશે મેચ, હાર્દિક પંડ્યા પત્ની અને દીકરા સાથે અમદાવાદમાં 2 દિવસ પેહલા એન્ટ્રી કરી હતી, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી મેચના આયોજનને લઇને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર 2 દિવસ પહેલા પત્ની નતાશા અને દીકરા અગત્સ્ય સાથે હાર્દિક પંડ્યા જોવા મળ્યા હતા.