ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઘણા ઓછા સમયમાં કરિયરમાં સફળતા હાંસિલ કરી છે. હાર્દિક પંડ્યા લગ્ઝરી લાઇફ જીવવા માટે જાણિતા છે. હાર્દિક પંડ્યાએ વર્લ્ડ ક્રિકેટમાં ઘણા ઓછા સમયમાં ઘણી દોલત અને શોહરત હાંસિલ કરી છે. પંડ્યાને લઇને હાલ એક મોટી અને મહત્વની ખબર સામે આવી છે. હાર્દિકની 5 કરોડની બે ઘડિયાળ કસ્ટમ વિભાગે જપ્ત કરી છે.
હાર્દિક મુંબઇ એરપોર્ટ પહોંચ્યો. એરપોર્ટ પર હાર્દિકની કસ્ટમ વિભાગે તપાસ કરી, આ દરમિયાન તેની પાસેથી 5 કરોડ રૂપિયાની બે ઘડિયાળ મળી, જયારે આ મામલે હાર્દિકને પૂછવામાં આવ્યુ તો તે સંતોષકારક જવાબ આપી શક્યો નહિ. હાર્દિક પંડ્યા પાસે આ ઘડિયાળ સાથે જોડાયેલ કોઇ બિલ પણ ન હતુ. તે બાદ કસ્ટમ વિભાગે હાર્દિક પાસેથી ઘડિયાળ લઇ લીધી. આ મામલે વિભાગીય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.
ભારતીય ઓલરાઉન્ડર પંડ્યાને ઘડિયાળોનો કેટલો શોખ છે તે દરેક વ્યક્તિ જાણે છે. તેની પાસે પેટેક ફિલિપ નોટિલસ પ્લેટિનમ 5711 સહિતની દુર્લભ અને સૌથી મોંઘી બ્રાન્ડની ઘડિયાળોનો સંગ્રહ છે. ગત વર્ષે હાર્દિકનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા પણ મોંઘી ઘડિયાળના કેસમાં ઝડપાયો હતો. તેણે કસ્ટમ વિભાગ સાથે માહિતી પણ શેર કરી ન હતી, ત્યારબાદ તેની ઘડિયાળો પણ જપ્ત કરવામાં આવી હતી.
હાર્દિક પાસે આ ઘડિયાળોનું બિલ નહોતું અને તેણે ઘડિયાળો જાહેર પણ કરી ન હતી. આ પછી કસ્ટમ વિભાગે મુંબઈ એરપોર્ટ પર હાર્દિક પંડ્યાની 5 કરોડની કિંમતની બે ઘડિયાળો જપ્ત કરી છે. તમને જણાવી દઈએ કે હાર્દિકને મોંઘી ઘડિયાળોનો ઘણો શોખ છે. થોડા મહિનાઓ પહેલા, તેણે Patek Philippe Nautilus Platinum 5711 ઘડિયાળ ખરીદી છે, જેની કિંમત 5 કરોડ રૂપિયાથી વધુ છે.
T20 વર્લ્ડ કપ 2021 હાર્દિક પંડ્યા માટે કંઈ ખાસ નહોતો. તે ટીમમાં પોતાની યોગ્યતા સાબિત કરી શક્યો નથી. જે બાદ તેને ન્યુઝીલેન્ડ સામેની 3 T20 મેચોની હોમ સીરીઝ માટે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. વર્લ્ડ કપમાં પંડ્યા 5 મેચની 3 ઇનિંગમાં માત્ર 69 રન જ બનાવી શક્યો હતો. ન્યુઝીલેન્ડ સામે પંડ્યાની જગ્યાએ વેંકટેશ અય્યરને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા નવેમ્બર 2020માં હાર્દિકના ભાઇ ક્રૂણાલ પંડ્યા પાસેથી પણ લગ્ઝરી ઘડિયાળ મળી હતી. તેમને ત્યારે ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇંટેલીજેંસીના અધિકારીઓએ રોક્યા હતા. જે બાદ આ મામલાને કસ્ટમ વિભાગને સોપવામાં આવ્યો હતો.