પોતાના સાસુ સસરાને પહેલીવાર મળીને ખુબ જ ખુશ જોવા મળ્યો હાર્દિક પંડ્યા, સસરાને તો શર્ટ વિશે કહ્યું એવું કે.. જુઓ વીડિયો

હાર્દિક પંડ્યા પહેલીવાર મળ્યો પોતાના સાસરિયાઓને, શેર કર્યો ભાવુક કરી દેનારો વીડિયો, જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં જ ત્રણ ટી-20 મેચની શ્રેણી પૂર્ણ થઇ. જેમાં ભારતે છેલ્લી બે મેચમાં જબરદસ્ત વિજય મેળવ્યો. આ જીત પાછળ ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો પણ મોટો હાથ રહ્યો હતો. હાર્દિક પંડ્યા હવે આગામી સાઉથ આફ્રિકા સામેની ટી-20 મેચમાં જોવા નહીં મળે. ત્યારે હાર્દિક તેના સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતો હોય છે, હાલ હાર્દિકે તેના સોશિયલ મીડિયામાં એક ભાવુક કરી દેનારો વીડિયો શેર કર્યો છે.

નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા બાદ હાર્દિક પ્રથમ વખત તેના સાસરિયાઓને મળ્યો હતો. પત્ની અને અભિનેત્રી નતાશાએ આ સુંદર ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી લીધી. હવે ઘણા દિવસો બાદ હાર્દિક પંડ્યાએ આ ઈમોશનલ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. હાર્દિક પંડ્યા દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ વીડિયોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે હાર્દિક માત્ર પ્રેમાળ પતિ જ નથી પણ એક પરિવારનો માણસ પણ છે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે 2020માં કોવિડ-19 દરમિયાન તેમના લગ્નની જાહેરાત કરી હતી. આ કપલે 31 મે 2020ના રોજ નતાશાની પ્રેગ્નેંસીના સમાચાર પણ શેર કર્યા હતા. આ પછી તેમના પુત્ર અગસ્ત્ય પંડ્યાનો જન્મ 30 જુલાઈ 2020 ના રોજ થયો હતો.

આ વીડિયોમાં હાર્દિક તેના સાસુ સસરાને મળતો જોવા મળી રહ્યો છે. વીડિયો અને ફોન કોલ પછી હાર્દિકે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું “રૂબરૂ મળ્યા, નેટ્સ (નતાશા)ના પરિવારને પહેલીવાર મળવું ખૂબ જ સારું લાગ્યું. આવી ક્ષણો માટે આભારી.” વીડિયોમાં હાર્દિકની સાસુ રડમિલા સ્ટેનકોવિક કહે છે, મને ખબર હતી કે તે ચોક્કસ આવશે. હું એકદમ ખુશ છું. મને હાર્દિકને જોવા દો.’

હાર્દિક મજાકમાં તેની સાસુને કહે છે કે તેનો પતિ શર્ટ વગર પહેલા બેઠો છે. આ અંગે હાર્દિકની સાસુએ કહ્યું કે તેણે હજુ શર્ટ પહેર્યો છે. આ પછી, હાર્દિક તેના સસરા ગોરાન સ્ટેનકોવિકને પણ મળે છે. હાર્દિકે તેના સસરાને શર્ટ વિશે સવાલ પૂછ્યો. નતાશા સ્ટેનકોવિક મૂળ સર્બિયાની છે અને તેણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત બોલિવૂડ ફિલ્મ સત્યાગ્રહથી કરી હતી. બાદમાં તેને વાસ્તવિક ઓળખ બોલીવુડ સિંગર બાદશાહના સુપરહિટ ગીત ‘ડીજે વાલે બાબુ…’થી મળી. આ ગીતમાં નતાશા સ્ટેનકોવિકે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. નતાશાએ બિગ બોસ અને નચ બલિયે જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો છે.

Niraj Patel