દીકરા સાથે ફરીવાર સ્વિમિંગ પુલમાં મસ્તી કરતો જોવા મળ્યો હાર્દિક પંડ્યા, તસવીરો થઇ રહી છે વાયરલ

લાડલા દીકરાને પુલમાં રમાડતો જોવા મળ્યો હાર્દિક પંડ્યા, જુઓ ક્યૂટ તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેંડ સામે ટેસ્ટ મેચ રમવા માટે અમદાવાદમાં આવી પહોંચી છે ત્યારે આ દરમિયાન ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા લાઇમ લાઇટમાં છવાયેલો છે. અમદાવાદમાં તે પોતાની પત્ની નતાશા અને દીકરા અગસ્ત્ય સાથે આવી પહોંચ્યો છે.

અમદાવાદમાં આવતા જ હાર્દિક અને તેના દીકરાની મસ્તી પણ શરૂ થઇ ચુકી છે. સોશિયલ મીડિયા ઉપર હાર્દિક પોતાના દીકરા સાથે મસ્તી કરતી તસવીરો પણ શેર કરી રહ્યો છે, જે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

હાર્દિકે સોમવારના રોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર બે તસવીરો શેર કરી છે. જેમાં તે પોતાના દીકરા અગસ્ત્ય સાથે સ્વિમિંગ પુલની અંદર મસ્તી કરતો નજર આવી રહ્યો છે.

હાર્દિક પંડ્યાએ આ તસ્વીરોને પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર બંને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે સાથે જ કેપશનમાં “પપ્પાનો છોકરો” એમ પણ જણાવ્યું છે.

આ તસ્વીરોની અંદર હાર્દિકે પોતાના દીકરા અગત્સ્યને બંને હાથથી ઊંચકી લીધેલો જોવા મળે છે. તો અગત્સ્યના ચેહરા ઉપર પણ ખુશી જોવા મળી રહી છે.

આ પહેલા પણ હાર્દિક પોતાના દીકરા સાથે મસ્તી કરતી ઘણી તસવીરો શેર કરી ચુક્યો છે. થોડા સમય પહેલા હાર્દિકની પત્ની નતાશાએ પણ કેટલીક તસવીરો શેર કરી હતી જેના કેપશનમાં લખ્યું હતું કે “અમારા દીકરાનો પુલમાં પહેલો દિવસ.”

હાર્દિક પંડ્યાના પિતાનું થોડા દિવસ પહેલા જ નિધન થયું હતું, જેના કારણે હાર્દિક ખુબ જ દુઃખી પણ હતો, પરંતુ હવે તે પોતાના અસલ જીવનમાં પરત ફર્યો છે તેમ લાગી રહ્યું છે.

Niraj Patel