હાર્દિક પંડ્યાના જન્મ દિવસ ઉપર આવી ખાસ કેક, પત્ની નતાશાએ શાનદાર અંદાજમાં કર્યું વિશ… જુઓ તસવીરો

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 11 ઓક્ટોબરના રોજ 28 વર્ષનો થઇ ગયો, તેના જન્મ દિવસે દુનિયાભરના તેના ચાહકોએ તેને શુભકામનાઓ પાઠવી. સોશિયલ મીડિયામાં પણ ઘણા લોકો પોસ્ટ કરી અને હાર્દિક પંડ્યાને ખાસ અંદાજમાં શુભકામનાઓ આપી હતી. ત્યારે તેની પત્ની નતાશાએ પણ હાર્દિકના જન્મ દિવસે ખાસ પોસ્ટ શેર કરી અને વિશ કર્યું હતું.

જન્મ દિવસની ઉજવણીની કેટલીક તસવીરો હાર્દિકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે, જેમાં તે પત્ની નતાશા સાથે જોવા મળી રહ્યો છે. આ સાથે જ તેની તસ્વીરોમાં તેની આગળ શાનદાર 3 કેક પણ પડેલી જોવા મળી રહી છે.

એક તસ્વીરની અંદર હાર્દિક કેક કાપતો પણ જોવા મળી રહ્યો છે. તો અન્ય તસ્વીરોની અંદર તે નતાશાને હગ કરીને કેમેરા સામે પોઝ આપતો પણ જોવા મળી રહ્યો છે. હાર્દિકની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

હાર્દિકની તસ્વીરોમાં જે કેક સામે દેખાઈ રહી છે તેમાં એક કેકની અંદર મોટા મોટા અક્ષરોમાં “હેપ્પી બર્થ ડે જાનુ” લખ્યું છે, જેના કારણે અંદાજ લગાવી શકાય કે આ કેક હાર્દિક માટે પત્ની નતાશાએ એરેન્જ કરી હોઈ શકે છે. હાર્દિકની આ પોસ્ટ ઉપર સેલેબ્રિટીઓ સાથે ચાહકો પણ કોમેન્ટ કરીને શુભકામનાઓ આપી રહ્યા છે.

આ પોસ્ટ શેર કરવાની સાથે જ હાર્દિકે ખુબ જ સરસ કેપશન પણ લખ્યું છે. હાર્દિકે લખ્યું છે કે, “અત્યાર સુધીની સફર માટે આપ સૌનો આભાર. આગળના નવા અધ્યાય માટે ઉત્સાહિત છું” હાર્દિક પંડ્યાની આ તસવીરો ઉપર અત્યાર સુધી લાખો લાઈક પણ આવી ચુકી છે.

આ ઉપરાંત હાર્દિકે જન્મ દિવસે એક તસવીર પણ પોસ્ટ કરી હતી જેમાં તે તેના દીકરા અગત્સ્ય સાથે સ્વિમિંગ પુલની અંદર જોવા મળી રહ્યો હતો. આ સાથે જ હાર્દિકે ખુબ જ સરસ કેપશન પણ લખ્યું હતું, “તેને લખ્યું હતું કે, “મારા સૌથી નાના મિત્ર સાથે જીવનના નવા વર્ષનો ઉત્સવ મનાવી રહ્યો છું. તમારા બધાની શુભકામનાઓ માટે આભાર”

તો હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ પણ તેના પતિને ખાસ અંદાજમાં જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી છે. નતાશાએ એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. જેમાં તેના હાર્દિક સાથેની રોમાન્ટિક તસવીરો શેર કરી છે અને સાથે સરસ મજાનું કેપશન લખીને જન્મ દિવસની શુભકામનાઓ આપી છે.


નતાશાએ વીડિયો શેર કરવાની સાથે લખ્યું છે કે, “જન્મ દિવસની શુભકામનાઓ મારા બેબુ, તું મારી દુનિયા છે, મારુ બધું જ છે, હંમેશા તારી આભારી રહીશ. અગત્સ્ય અને હું ખુશકિસ્મત છીએ કે તું અમારી સાથે છું. તું કમાલ છું.” આ રીતે નતાશાએ તેની પોસ્ટમાં હાર્દિકની ખુબ જ પ્રસંશા કરી છે.

Niraj Patel