ના ફરમાની નાઝ કે ના અભિલિપ્સા પાંડા, પરંતુ ‘હર હર શંભુ’ ગીતની ધૂન લેવામાં આવી છે વિદેશી મહિલાના કૃષ્ણ ભજનથી…

શું કોપી છે ‘હર હર શંભુ’ ગીત, વિદેશી મહિલાના કૃષ્ણ ભજનથી ચોરવામાં આવી છે ધૂન ? જાણો પૂરી હકિકત

હર હર શંભુ…એ ગીત છે જેણે ગાયકોનું ભાગ્ય બદલી નાખ્યું. 2 મહિના પહેલા આવેલું આ ભોલેનું ગીત બધાનું ફેવરિટ બની ગયું છે. તેને અભિલિપ્સા પાંડા અને જીતુ શર્માએ ગાયું હતું. ‘હર હર શંભુ’ શિવ સ્તોત્રની ધૂન, સિંગિગ, લિરિક્સથી લઇને તેનું પ્રેઝન્ટેશન બધું જ દમદાર છે. પરંતુ શું તમે જાણો છો કે ‘હર હર શંભુ’ ગીતની ધૂન વિદેશી મહિલા અચ્યુત ગોપીના લોકપ્રિય કૃષ્ણ ભજનમાંથી લેવામાં આવી છે. ન્યુયોર્કમાં રહેતા અચ્યુત ગોપી કૃષ્ણ ભક્ત છે. તેમનું ગાયેલું ભજન ‘ભજમન રાધે ગોવિંદા’ કૃષ્ણ ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે.

જો તમે અચ્યુત ગોપીનું આ કૃષ્ણ ભજન સાંભળશો, તો તેની ધૂન ‘હર હર શંભુ’ ગીત સાથે મેળ ખાય છે. હાર્મોનિયમ વગાડતી વખતે અચ્યુત ગોપી દ્વારા કૃષ્ણ ભક્તિમાં ગવાયેલું આ ભજન તમને પણ ભક્તિમય બનાવી દેશે. બમ ભોલેના ગીતની વાત કરીએ તો તમને જાણીને આંચકો લાગશે કે અભિલિપ્સા પાંડા અને જીતુ શર્માનું ગીત ‘હર હર શંભુ’ યુટ્યુબ પર રિલીઝ થયા બાદ હટાવી દેવામાં આવ્યું હતું. ગીત પર ફેક કોપીરાઈટ સ્ટ્રાઈક આવી હતી. જે બાદ તેને હટાવી દેવામાં આવ્યુ હતુ. આ સમગ્ર મામલે સિંગર જીતુ શર્માનું નિવેદન સામે આવ્યું છે.

તેણે કોપીરાઈટ દાવાની સત્યતા દર્શાવતો વિડીયો રીલીઝ કર્યો. જેમાં તેણે કહ્યું- ‘હર હર શંભુ’ ગીત યુટ્યુબ પર નથી. જેનું કારણ અચ્યુત ગોપીને જણાવવામાં આવ્યું છે. તેણે કહ્યુ કે, હું તમને બધાને જણાવી દઉ કે વિડિયો રિલીઝ થયો ત્યારે પણ અમે અચ્યુત ગોપીજી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને ‘હર હર શંભુ’ ગાવામાં કોઈ વાંધો નથી. પરંતુ તે ખુશ છું કે તેમની ધૂન પર શિવજીનું ગીત પણ રચાયું છે.” અચ્યુત ગોપી શિવ અને કૃષ્ણને સમાન માને છે.

ગીત ‘હર હર શંભુ’ પર તેમની તરફથી કોઈ પ્રહાર કરવામાં આવ્યો નથી. તેમનો ખૂબ ખૂબ આભાર, તેમની નાનકડી રચના જે અમે ‘હર હર શંભુ’ ગાયું તે ‘ભજમન રાધે ગોવિંદ’ પંક્તિમાંથી લેવામાં આવી છે. તેમણે મને આ ગીત ગાવાની પરવાનગી આપી. અમારો વિડિયો એક હેકરે કાઢી નાખ્યો હતો, તેણે પોતે જ ફેક સ્ટ્રાઈક આપી હતી અને અચ્યુત ગોપીનું નામ લીધું હતું. વિદેશી મહિલા અચ્યુત ગોપી કૃષ્ણ ભક્ત છે અને હિન્દુ ધર્મમાં માને છે. અચ્યુત ગોપી દ્વારા ગાયેલા ભજનો ઘણા વાયરલ પણ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Acyuta Gopi (@govindagirl_acyutagopi)

અચ્યુત ગોપીજી આધ્યાત્મિક સામગ્રીના સર્જક અને ગ્રેમી નામાંકિત કલાકાર છે. તેમણે તેમના ભક્તિ ગીતો માટે ઘણા પુરસ્કારો જીત્યા છે. અચ્યુત ગોપીના ઇન્સ્ટા પર ઘણા ફોલોઅર્સ પણ છે. તે તેમના ભજન કીર્તન શેર કરતા રહે છે. તેમણે પ્રેમ માલા નામનું પુસ્તક પણ લખ્યું છે. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર હર હર શંભુ ગીતની બોલબોલા છે. આ ગીતને લાખો વ્યુઝ મળ્યા છે. જ્યારે અભિલિપ્સા પાંડા અને જીતુ શર્મા પણ આ ગીત દ્વારા ખૂબ જ લોકપ્રિય થયા છે. ઉપરાતં ફરમાની નાઝ પણ આ ગીતથી છવાઇ ગઇ છે. શ્રાવણ મહિનામાં ભોલે બાબાનું આ ગીત દરેકના મનમાં અને મોબાઇલમાં ગુંજી રહ્યુ છે.

Shah Jina