હેપ્પી બર્થ ડે ‘હિટમેન’ રોહિત શર્મા : ખૂબ જ ખાસ છે રોહિત શર્મા અને રિતિકા સજદેહની લવ સ્ટોરી, લગ્ન પહેલા 6 વર્ષ સુધી કર્યુ હતુ ડેટ

ભારતીય ક્રિકેટ ટીમના સલામી બલ્લેબાજ અને IPLમાં મુંબઇ ઇંડિયન્સના કેપ્ટન રોહિત શર્મા આજે તેમનો 34મો જન્મદિવસ મનાવી રહ્યા છે. વન ડે ઇંટરનેશનલમાં એક કે બેે નહિ પરંતુ ત્રણ ડબલ સેંચુરી બનાવનાર ‘હિટમેન’ રોહિત શર્મા એક તુફાની બલ્લેબાજ છે. રોહિત શર્માએ 50 ઓવરના ફોર્મેટમાં ત્રણ બેવડી સદી તેમના નામે કરી છે અને તેઓ વન ડેની સૌથી મોટી પારી 264 રનનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાને નામે કરી ચૂક્યા છે.

ICCએ ટ્વિટર પર રોહિતના પુલ શોર્ટનો એક ખાસ વીડિયો શેર કર્યો છે. આ સાથે ICCએ લખ્યુ કે, દિવસભર આ વીડિયોને જોઇ શકો છો. જન્મદિવસની શુભકામનાઓ માસ્ટર ઓફ પુલ શોર્ટ…

ICC ઉપરાંત BCCIએ પણ એક વીડિયો શેર કર્યો છે અને રોહિતને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. BCCIએ આ સાથે લખ્યુ છે કે, વન ડેમાં ત્રણ બેવડી સદી મારનાર એકનો એક બલ્લેબાજ… 2007 ટી 20 વર્લ્ડ કપ અને 2013ની ચેમ્પિયંસ ટ્રોફી જીતનાર ટીમના સભ્ય અને 14,684 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બલ્લેબાજને જન્મદિવસની શુભકામના. ઘરે બેસો અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ હિટમેનની આ યાદગાર પારીનો આનંદ લો.

તમને જણાવી દઇએ કે, રોહિત શર્માએ ક્રિકેટમાં જેટલો ધમાલ મચાવ્યો છે અને તેમનેે જેટલી કામયાબી મળી છે તેટલી જ તેમને તેમનાા પ્રેમમાં પણ મળી છે.રોહિત શર્માઅ રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા છે. જેઓ એક સ્પોર્ટ્સ મેનેજર છે. તેઓ ટીમ ઇંડિયાના આ સલામી બલ્લેબાજના બ્રાંડ એંડોરસ્ટમંટ છે અને કોન્ટ્રેકટની દેખરેખ રાખે છે.

રિતિકા રોહિતની ક્રિકેટ મેનેજર તરીકે કામ કરતી હતી અને બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો. બંનેએ લગ્નના 6 વર્ષ પહેલા એકબીજાનેે ડેટ કર્યા છે.

રોહિત શર્માએ રિતિકાને આઇપીએલ સમયે પ્રપોઝ કર્યુ હતુ. તે રિતિકાને બોરીવલી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ લઇને ગયા અને ત્યાં પ્રપોઝ કર્યુ. રોહિતે આ સમયે રિતિકાને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ.

રિતિકા અને રોહિતની પહેલી મુલાાકાત વર્ષ 2008માં એક બ્રાંડ શુટિંગ દરમિયાન થઇ હતી. રિતિકા એ ઇવેન્ટને મેનેજ કરી રહી હતી. તે બાદ તેમની વચ્ચે મુલાકાતોનો દોર શરૂ થયો અને ધીરે ધીરે પ્રેમ થયો.

રોહિત અને રિતિકાએ 13 ડિસેમ્બર 2015ના રોજ લગ્ન કર્યા. મુંબઇના “તાજ લેંડ્સ”માં લગ્ન થયા હતા. બોલિવુુડ અને ક્રિકેટ જગતની ઘણી હસ્તિઓ આ લગ્નમાં સામેલ થઇ હતી.

લગ્નના ત્રણ વર્ષ બાદ 30 ડિસેમ્બર 2018ના રોજ રિતિકાએ એક દીકરીને જન્મ આપ્યો. ત્યારે ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરિઝને કારણે મુંબઇમાં તેઓ પત્ની સાથે ન હતા. પરંતુ દીકરીના જન્મની ખબર મળતા જ તેઓ મેલબર્નથી મુંબઇ માટે નીકળી ગયા હતા.

 

Shah Jina