300 ફૂટની ઉંચાઈ પર લટકતા બેડ ઉપર જીવ જોખમ મૂકીને સુઈ રહ્યા છે લોકો, વાયરલ થયો વીડિયો

ઊંચાઈથી નીચે જોતા કેટલાક લોકોને ચક્કર આવવા લગતા હોય છે. અંગ્રેજીમાં તેને ‘હાઈટ ફોબિયા’ કહેવાય છે જેમાં ઊંચાઈ પરથી નીચે જોતા માણસ ડરી જતો હોય છે. પણ શું તમે જાણો છો દુનિયામાં એક જગ્યા એવી પણ છે જ્યાં માણસ જમીનથી લગભગ 300ફિટ ઉપર પથારી પાથરીને સુઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં 2 છોકરીઓ જમીન અને આકાશ વચ્ચે સ્વિગ બેડ પર આરામ કરતી નજર આવી રહી છે. તે બેડ જમીનથી લગભગ 300ફિટ ઊંચાઈ પર બનેલો છે. આ નજારો ચીનના ‘વોન્શેંગ ઓર્ડોવિશિયન થીમ પાર્ક’નો છે જે દુનિયાભરના લોકોનું ધ્યાન તેની બાજુ ખેંચી રહ્યું છે. બેડ જમીનથી લગભગ 300ફિટ ઊંચાઈ પર મોટા તારથી બાંધવામાં આવ્યો છે જેના લીધે ઊંઘવા વાળા લોકોનું જીવન જોખમમાં મુકાય નહિ.

આ વીડિયો ઓક્ટોમ્બર 2020માં થીમ પાર્કના એક કર્મચારીએ બનાવ્યો હતો. વીડિયોમાં આકાશમાં લટકી રહેલ બેડ ઉપર બે છોકરીઓ ખુબ જ આરામથી ઊંઘેલી છે. આટલી ઊંચાઈથી નીચે જોવા પર કોઈ પણ માણસ ડરી જાય. જણાવી દઈએ કે 300 ફિટ ઊંચાઈ પર હવા પણ ખુબ જ ઝડપી હોય છે. તેવામાં હવા લાગવા પર જયારે તે બેડ હલે છે તો તેમાં બેસવા વાળનો જીવ થમી જાય છે.

ત્યાં થીમ પાર્કમાં એડવેન્ચર્સના માટે બીજી પણ ઘણું બધું છે. ત્યાં એડવેન્ચર માટે ‘હેંગિંગ બેડ’ સિવાય ગ્લાસ બ્રિજ, ગેપ બ્રિજ અને ક્લિફ સ્વિન્ગ જેવી વસ્તુઓ પણ છે. હગિંગ બેડની જેમ જ ગ્લાસ બ્રિજ અને ગેપ બ્રિજ ઉપર પણ સુરક્ષા કડક રાખવામાં આવી છે. બંને બ્રિજન મોટા તારથી બાંધવામાં આવ્યો છે અને તેમની ઉપર ચાલવા વાળા લોકોને પણ સેફટી બેલ્ટ લગાવ્યા પછી જ ત્યાંથી જવા દેવામાં આવે છે.

જ્યારે તમારો સામનો તે બ્રિજથી થશે તો ભલે ગમે તેટલા સેફટી બેલ્ટ કેમ ના બાંધેલા હોય, નીચે દેખતા જ તમારા પગ થથડવા લાગશે. લોકો મિત્રો અને પરિવારની સાથે વિકેન્ડ પર એડવેન્ચર જગ્યા પર આવતા હોય છે.

Patel Meet