જ્ઞાન એકેડમીમાં ગુરુ ભણાવતા લાંચના પાઠ, પછી તલાટી બની શિષ્યએ ગુરુ સાથે મળી રચી નાખ્યો લાંચકાંડ

ગુજરાતમાં હાલ તો મહિલા તલાટીનીનો લાંચકાંડ ચર્ચામાં છે. નીતા પટેલ જે એકેડમીમાંથી પરિક્ષા આપી તલાટી બની હતી તેના ગુરુ મહેશભાઇ સાથે મળીને જ તેણે લાંચકાંડ રચ્યો હતો. લાંચની રકમ પણ તેણે આંગડિયા દ્વારા સ્વીકારી હતી. તલાટી નીતા પટેલે ગાંધીનગરમાં જ્ઞાન એકેડમીનો સંચાલક મહેશભાઇને લાંચની રકમ લેવા માટે ગોઠવ્યા હતા. ર્ષોથી ક્લાસીસ ચલાવતો મહેશ હાલ સેક્ટર-6 ખાતે જ્ઞાન એકેડમી ચલાવે છે. આરોપી નીતા પટેલે જણાવ્યું હું નોકરી શોખ ખાતર કરું છું

અને 10 હજારથી ઓછી કિંમતના તો ચપ્પલ પણ નથી પહેરતી. આવી રીતે તેણે જમીન માલિક એટલે કે ફરિયાદીને દમ મારી લાંચની રકમ ઓછી કરી ન હતી.એક લાખની લાંચ નીતા પટેલે આંગડિયા મારફત ગાંધીનગરમાં મહેશને મોકલવા કહ્યું હતું, પરંતુ આ રૂપિયા આપવાના બદલે અરજદારે સુરત એસીબીમાં ફરિયાદ કરી હતી. જે બાદ ACB દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ અને મહિલા તલાટી અને તેના ગુરુ તેમજ સહયોગીને ઝડપવામાં આવ્યા. પતરાના શેડવાળી ઓરડી અને ઘર નંબર ફાળવવા અને

જરૂરી મંજૂરી મેળવવા માટે અરજદારે અરજી કરી હતી.ત્યારે તલાટીએ આ માટે 1 લાખની માગણી કરી હતી. નીતા પટેલ અને સહયોગી મહેશભાઈ આહજોલિયા બંનેને ડિટેઈન કરવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, આમ તો જો તમારે તમારુ કામ નીકાળાવું હોય તો સરકારી કચેરીઓમાં આજે પણ સરકારી બાબુઓને ખુશ કરવા લાંચ આપવી જ પડે છે.પરંતુ હવે તો સરકારી બાબુઓ હાઈટેક થઇ ગયા હોવાથી સીધી રીતે લાંચ સ્વીકારતા પકડાઇ જવાના ડરથી અવનવા પેતરાઓ અપનાવે છે

અને આવો જ મામલો સામે આવ્યો.જણાવી દઇએ કે, 22 સપ્ટેમ્બરના રોજ સપરત ACB દ્વારા છટકું ગોઠવી મહિલા તલાટી નીતા પટેલ અને તેના સાથી મહેશે ફોન પર રૂપિયાની લેવડ દેવડની વાત કરી અને ફરિયાદીએ 1 લાખની રકમ ગાંધીનગર મહેશને મોકલી હતી. ત્યારે ACBએ ત્રાટકી નીતા પટેલને રાજપીપળાથી પકડી પાડ્યા હતા.

Shah Jina