શિવાનીએ કર્યા લડ્ડુ ગોપાલ સાથે લગ્ન, ભાઇએ કર્યુ કન્યાદાન, મથુરાથી સાધુ-સંત લઇને આવ્યા જાન

ગ્વાલિયરની 23 વર્ષની શિવાની પરિહારે પોતાનું બાકીનું જીવન ભગવાન લડ્ડુ ગોપાલના ચરણોમાં સમર્પિત કરી દીધુ છે. બુધવારે સાંજે શિવાનીએ ભગવાન સાથે લગ્ન કર્યા હતા. વૃંદાવન (મથુરા)થી જાન આવી, પીતલના બાલરૂપી કૃષ્ણને દુલ્હાની જેમ શણગારી પંડિત, સાધુ-સંતો અને કૃષ્ણ ભક્તો આવ્યા. ગુરુવારે શિવાની વૃંદાવન માટે વિદા થઇ. તેણે કહ્યું, ‘4-5 દિવસ પછી બીજી વિદાય થશે, એક મહિના પછી હું ફરીથી વૃંદાવન જઈશ. હું ત્યાં રહીશ અને 4-5 વર્ષ અધ્યયન કરીશ.

ભાગવત અને શિવપુરાણ વાંચીશ. હું શિવજીમાં પણ ઘણો વિશ્વાસ કરું છું.’ જણાવી દઇએ કે, શિવાનીએ બી.કોમ કર્યું છે. તેણે લડ્ડુ ગોપાલને હાથ લગાવી માંગમાં સિંદુર ભર્યુ, ત્યારે તે આ ભજન ગુનગુનાવી રહી હતી ‘બસો મેરે નૈનમ મેં નંદલાલ…’ આ પંક્તિઓ ક્યારેક મીરા બાઈ શ્રી કૃષ્ણ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવા માટે ગાતી હતી. વૃંદાવન અને ગ્વાલિયરના પંડિતોએ મળીને લગ્નની વિધિ કરાવી હતી.

ગ્વાલિયરના જમાઈ લડ્ડુ ગોપાલને દ્વારચાર આપવામાં આવ્યું હતું. શિવાનીનું કન્યાદાન તેને દીકરીની જેમ માનનારા ગૌરવ શર્મા અને તેની પત્નીએ કર્યુ. આ લગ્નની વિશેષતા એ હતી કે પુજારીઓ દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે વૃંદાવનથી આવેલા પંડિતોએ ફેરા સમયે કૃષ્ણની વંશાવળી સંભળાવી. શિવાનીએ કહ્યું કે, ‘મેં 7 વર્ષ પહેલા ભગવાન લડ્ડુ ગોપાલ સાથે લગ્ન કરવાનો સંકલ્પ કર્યો હતો.

સ્થાનિક રીતરિવાજોને કારણે ગુસ્સે થયેલી મારી બહેન અને સંબંધીઓ પણ લડ્ડુ ગોપાલ સામે પીગળી ગયા. શિવાનીએ આગળ કહે છે કે હું ફક્ત એટલું જ કહીશ કે એવા વર સાથે શું લગ્ન કરુ જે જન્મે અને મૃત્યુ પામે, ઠાકુર સાથે કેમ ના લગ્ન ન કરુ, મારો જોડો અમર થઇ જાય. હવે હું શ્યામ સુંદરની દાસી બની ગઇ છું. તેમના ચરણોમાં જીવન વીતાવીશ.

જણાવી દઇએ કે, શિવાનીના પિતા રામ પ્રતાપ પરિહાર ગ્વાલિયરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. માતા મીરા પરિહાર ગૃહિણી છે. રામ પ્રતાપને બે દીકરીઓ છે. મોટી દીકરીના લગ્ન થઈ ગયા છે. મીરા પરિહારે કહ્યું, ‘પહેલા તો અમે તૈયાર નહોતા, પરંતુ અમારી દીકરીની ભક્તિ જોઈને અમે તૈયાર થઈ ગયા.

લગ્નમાં જે પણ વિધિઓ હોય છે તે અમે પૂરી કરી. મંડપ, હલ્દી, મહેંદી તમામ કાર્યક્રમોનું આયોજન જન ચેતના અને જન કલ્યાણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. લગ્નનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યુ. ભોજ પણ થયો. શાક, પુરી, રાયતુ, ગુલાબ જામુન અને બરફી બનાવવામાં આવી હતી.

ભગવાન લડ્ડુ ગોપાલની જાન સાથે વૃંદાવનથી ગ્વાલિયર આવેલા પંડિતે કહ્યું, ‘લગ્ન સંપૂર્ણપણે સાંસ્કૃતિક રીતે કરવામાં આવ્યા હતા. પહેલા દ્વાર પર જે રીતે વરરાજાનો દ્વાર પાટિકા થાય છે, તે પ્રકારે લડ્ડુ ગોપાલનો પણ થયો. ફેરા થયા, માંગ ભરાઇ, ચરણ પૂજા અને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Shah Jina