યુટ્યુબર નામરા કાદિરની બિઝનેસમેનને હનીટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ગુરુગ્રામ પોલીસે તેને 4 દિવસના રિમાન્ડ પર લઈને તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે નામરા પહેલાથી પરિણીત છે અને તે એક બાળકની માતા પણ છે. નામરાના પતિ વિરાટ બેનીવાલની ધરપકડ કરવા માટે હવે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
નામરા ખૂબ જ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્રભાવક છે. યુટ્યુબ પર તેના 6 લાખથી વધુ અને ઈન્સ્ટાગ્રામ પર 2 લાખથી વધુ ફોલોઅર્સ છે. નામરા પર આરોપ છે કે તેણે તેના પતિ સાથે મળીને ગુરુગ્રામના એક બિઝનેસમેનને હુસ્નની જાળમાં ફસાવ્યો અને બાદમાં તેને બરાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેની પાસેથી 70-80 લાખથી વધુની ગેરકાયદે વસૂલાત કરી હતી. જે બાદ 24 નવેમ્બરના રોજ વેપારીએ ગુરુગ્રામના સેક્ટર 50 પોલીસ સ્ટેશનમાં નામરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
મીડિયા અહેવાલ અનુસાર, બિઝનેસમેને પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે, તે કામના સંબંધમાં નામરાને રેડિસન હોટલ સોહના રોડ મળ્યો હતો અને તેણે વિરાટ બેનીવાલ સાથે તેની ઓળખાણ પણ કરાવી અને કહ્યું કે તે પણ યુટ્યુબર છે અને તેનો નજીકનો મિત્ર છે. તેણે મારી પેઢીમાં કામ કરવાની હા પાડી અને બે લાખનું એડવાન્સ પેમેન્ટ માંગ્યું. મેં તેને તે જ દિવસે બે લાખ રૂપિયા આપ્યા, કારણ કે હું નામરાને થોડા સમય પહેલાથી ઓળખતો હતો.
બાદમાં, જ્યારે હું તેની પાસે જાહેરાતનું કામ લાવ્યો અને તેને સમજાવ્યુ ત્યારે તેણે હા પાડી અને વધુ 50,000 રૂપિયાની માંગણી કરી, જે મેં તેના ખાતામાં મોકલી આપી, પણ મારું કામ ન થયું. નામરાએ મને કહ્યું કે કામ માત્ર એક બહાનું હતું, તે મને પસંદ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે. તે તેની બહેનના લગ્ન પછી મને મારા પૈસા પરત કરશે. મને પણ તે ગમતી અને અમે સાથે ફરવા લાગ્યા. વિરાટ હંમેશા તેની સાથે હતો.
એક દિવસ અમે ક્લબમાં પાર્ટી કરવા ગયા ત્યારે નામરા અને વિરાટે મને બળજબરીથી દારૂ પીવડાવ્યો. અમે ત્રણેય જણ હોટેલમાં રૂમ બુક કરીને સૂઈ ગયા. સવારે ઉઠીને, નામરાએ મારી પાસે મારું કાર્ડ માંગ્યું અને મને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે જો હું ના પાડીશ તો તે બરાત્કારનો કેસ દાખલ કરશે. હું ડરી ગયો અને મેં તેને વિનંતી કરી કે આપણે મિત્રો છીએ અને કંઈ ખોટું કર્યું નથી, તેથી તેણે આવું ન કરવું જોઈએ.
આ વાતચીત દરમિયાન જ વિરાટ બેનીવાલે પોતાનું હથિયાર બહાર કાઢ્યું અને કહ્યું કે તે નામરાનો પતિ છે. જો હું તેની વાત નહીં સાંભળું તો તે મને ફસાવી દેશે. જે બાદ મેં તેની વાત માની અને અત્યાર સુધીમાં તેણે મારી પાસેથી 70-80 લાખ રૂપિયાનો સામાન અને રોકડ લઈ લીધી છે, જેના પુરાવા મારી પાસે છે. બિઝનેસમેનના જણાવ્યા મુજબ, નામરા કાદિરે તેનો ફોન લઇ લીધો હતો અને તમામ પુરાવાઓ કાઢી નાખ્યા અને ફોન રીસેટ કરી દીધો.