ગુરુ-શુક્ર યોગથી આ 3 રાશિના જાતકોને રહેવું પડશે સાવધાન, નહિ તો થઇ શકે છે મોટું નુકશાન, જુઓ કઈ કઈ રાશિ છે તે

આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યો છે ષડાષ્ટક યોગ, આ 3 રાશિના જાતકોને કરવો પડી શકે છે મુશ્કેલીઓનો સામનો, લવ લાઈફ બગડવાની સાથે જીવનમાં થશે મોટું નુકશાન

Guru Shukra Shadashtak Yog : વૈભવ, ઐશ્વર્ય અને સુખ માટે જવાબદાર ગ્રહ શુક્ર અને ગુરુ વચ્ચે ષડાષ્ટક યોગ બનવા જઈ રહ્યો છે. તેનો અર્થ એ કે, ગુરુ અને શુક્ર, જ્ઞાન અને સંપત્તિ માટે જવાબદાર ગ્રહો એકબીજાના 6ઠ્ઠા અને 8મા ભાવમાં આવશે. શુક્ર અને ગુરુનો આ ષડાષ્ટક યોગ 3 જાન્યુઆરી, 2024 ના રોજ રચાશે. જ્યોતિષની ગણતરીમાં ષડાષ્ટક યોગ સારો માનવામાં આવતો નથી. આવી સ્થિતિમાં શુક્ર અને ગુરુનો આ ષડાષ્ટક યોગ કેટલીક રાશિઓ માટે સારો નથી કહેવાય. આવી સ્થિતિમાં જાણો કઈ રાશિના લોકોએ ષડાષ્ટક યોગ દરમિયાન સાવધાન રહેવું પડશે.

કેવી રીતે બને છે ષડાષ્ટક યોગ ?:

જ્યારે બે ગ્રહો એકબીજાના છઠ્ઠા અને આઠમા ભાવમાં આવે છે ત્યારે ષડાષ્ટક યોગ રચાય છે. ષડાષ્ટક યોગ જ્યોતિષમાં સારો માનવામાં આવતો નથી. ષડાષ્ટક યોગની અશુભ અસર જોવા મળે છે. ઘણી વખત આ યોગ શારીરિક, માનસિક અને આર્થિક જીવન પર પણ અસર કરે છે. તો ચાલો જોઈએ આ યોગના કારણે કઈ કઈ રાશિના જાતકો પર તેની અસર થવાની છે.

મીન :

મીન રાશિ સાથે જોડાયેલા લોકોએ ષડાષ્ટક યોગમાં વિશેષ ધ્યાન રાખવું પડશે. શુક્ર અને ગુરૂનો આ ષડાષ્ટક યોગ કામમાં અડચણો ઉભી કરી શકે છે. પ્રવાસ દરમિયાન વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવું પડશે. પરિવારમાં બાળકોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. કોઈ સંબંધી સાથે અણબનાવ થઈ શકે છે. વ્યાપારમાં રોકાણ કરતા પહેલા સારી રીતે વિચારી લેજો, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કાર્યસ્થળ પર પણ કામને લઈને વિશેષ સતર્ક રહેવું પડશે.

કન્યા :

ગુરુ-શુક્રનો આ ષડાષ્ટક યોગ કન્યા રાશિ સાથે સંકળાયેલા લોકો માટે સારો નથી. જ્યોતિષના જણાવ્યા અનુસાર, આ યોગની અસરને કારણે કન્યા રાશિના જાતકોને તેમના લગ્ન જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો અપરિણીત લોકો લવ લાઈફમાં છે તો તેમણે પણ ખાસ ધ્યાન રાખવું પડશે. પૈસાની બાબતમાં પરિસ્થિતિ વિપરીત હોઈ શકે છે. વેપારમાં તમને નફામાં ઘટાડો જોવા મળી શકે છે.

મેષ :

મેષ રાશિ પર ષડાષ્ટક યોગનો પણ વિશેષ પ્રભાવ પડશે. આ અશુભ યોગના પ્રભાવથી મેષ રાશિના લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. પરિવારમાં કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. મેષ રાશિ સાથે સંકળાયેલા લોકો જે વ્યવસાય કરી રહ્યા છે તેઓએ સાવધાન રહેવું પડશે. વિવાહિત જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. આવી પરિસ્થિતિઓમાં ખાસ કરીને સાવચેત રહો.

 

 

Niraj Patel