ટીવીના રામ અને સીતાએ ચાહકો સાથે શેર કરી ખુશખબર, લગ્નના 11 વર્ષ બાદ કપલના ઘરે બંધાવા જઇ રહ્યુ છે પારણુ

ટીવીમાં રામ અને સીતાનું પાત્ર ભજવનાર ગુરમીત ચૌધરી અને દેબીનાએ ચાહકો સાથે ખુશખબર શેર કરી છે. આ બંને સ્ટાર્સ લગ્નના 11 વર્ષ બાદ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. આ બંને સ્ટાર્સે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી.દેબીના અને ગુરમીતે  સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી હતી. આ તસવીરમાં દેબિનાએ બ્લેક વનપીસ પહેર્યુ છે જેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરીએ સોશિયલ મીડિયા પર એક ખાસ સંદેશ લખીને ચાહકોને માહિતી આપી હતી.

કેપ્શનમાં તેમણે લખ્યુ. ‘અમે હવે 3 થવાના છીએ. જુનિયર ચૌધરી આવી રહ્યા છે. તમારા આશીર્વાદની જરૂર છે. આ બંને સ્ટાર્સે સોશિયલ મીડિયા પર આ ખુશખબર આપતાની સાથે જ ફેન્સે તેમને દિલથી અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું. આ પોસ્ટ જોયા બાદ ફેન્સની સાથે સાથે સેલેબ્સ તેમને અભિનંદન આપી રહ્યા છે. માહી વિજ, કરણ મહેરા, નિશા રાવલ, વિકાસ કલંતરી, કરિશ્મા શર્મા, હંસિકા, તુલસી કુમાર, મૌની રોય, સયંતની ઘોષ, રશ્મિ સહિત ઘણા સેલેબ્સે તેમને અભિનંદન પાઠવ્યા છેે..

કરણ મહેરાએ કમેન્ટમાં લખ્યુ- ‘મારા ભાઈ હૃદયથી અભિનંદન.’ ગુરમીત અને દેબીના. અર્જુન બિજલાનીએ પોસ્ટમાં લખ્યું- ‘અભિનંદન.’ ત્યાં હર્ષ લિમ્બાચીયા અને ભારતી સિંહે હાર્ટ ઇમોજી બનાવી હતી. જ્યારે કિશ્વર મર્ચન્ટે લખ્યું- ‘તમને બંનેને અભિનંદન.. ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી ટેલિવિઝન ઉદ્યોગના સૌથી સુંદર કપલમાંથી એક છે. આ બંને હંમેશા કપલ ગોલ સેટ કરે છે અને સોશિયલ મીડિયા પર એકબીજા સાથે મજાથી ભરેલી તસવીરો શેર કરે છે.

જણાવી દઈએ કે ગુરમીત અને દેબીનાએ ટીવી શો ‘રામાયણ’થી બધાનું દિલ જીતી લીધું હતું. આ સિવાય બંને નચ બલિયે, પતિ પત્ની અને વો જેવા રિયાલિટી શોમાં પણ સાથે જોવા મળ્યા છે. આ સારા સમાચાર બાદ હવે દેબીના અને ગુરમીતના ફેન્સ આ જોડીને એકસાથે જોઈ શકશે. થોડા સમય પહેલા દેબીના અને ગુરમીતે તેમના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં બંને કપલ વર-કન્યાના ડ્રેસમાં જોવા મળ્યા હતા. આ તસવીર આગામી વેબ ડ્રામાનાં સેટની હતી. બંને આમાં સાથે જોવા મળવાના છે.

ટીવીના રામ-સીતાના નામથી ફેમસ ગુરમીત ચૌધરી અને દેબીના બોનર્જી લગ્નના 11 વર્ષ બાદ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. લગ્નના આટલા વર્ષો પછી માતા-પિતા બનવાની ખુશી ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. બંને આ ક્ષણને એકસાથે માણી રહ્યાં છે અને દેબિના પોતાનું ખાસ ધ્યાન રાખી રહી છે. તમને જણાવી દઈએ કે, 2009માં બંનેએ મંદિરમાં ખાસ મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા, પરંતુ મંદિરમાં હાજર રહેલા લોકોને જ આ વાતની જાણ હતી.ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જીએ પોતાના પરિવારને પણ આ વિશે જાણ કરી ન હતી.

ખાસ વાત એ હતી કે લગ્ન બાદ તેણે આ વાતને બે વર્ષ સુધી છુપાવીને રાખી હતી. લગ્નના બે વર્ષ પછી ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીએ પોતપોતાના પરિવાર સાથે વાત કરી. જોકે, પરિવારના સભ્યોને બંને વચ્ચેના સંબંધોની જાણ નહોતી. તેનું કારણ એ હતું કે ફેન્સ બંનેને ખૂબ પસંદ કરવા લાગ્યા હતા. ત્યારબાદ બંનેએ 15 ફેબ્રુઆરી 2011ના રોજ લગ્ન કરી લીધા. લગ્ન પછી એક ઈન્ટરવ્યુમાં ગુરમીત ચૌધરીએ કહ્યું હતું કે 2011માં લગ્ન પહેલા બંને આ પવિત્ર બંધનમાં બંધાઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે બંને પહેલી વાર 2006માં ટેલેન્ટ હન્ટ કોન્ટેસ્ટ દરમિયાન મળ્યા હતા.

દેબીના અને ગુરમીતે 2008માં ટીવી સીરિયલ ‘રામાયણ’માં સાથે કામ કર્યું હતું. આ સીરિયલમાં તેમણે રામ અને સીતાની ભૂમિકા ભજવી હતી. અહીંથી જ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ અને નાના પડદાના આ કપલે વાસ્તવિક જીવનમાં લગ્ન કરી લીધા. ટીવી શો ‘પતિ-પત્ની ઔર વો’ના સેટ પર ગુરમીતે દેબીનાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. દેબિનાની હા પછી ગુરમીતે તેને હીરાની વીંટી પહેરાવી. તમને જણાવી દઈએ કે આ કપલનું મુંબઈમાં એક આલીશાન ઘર છે.

Shah Jina