8 વર્ષની ગુંજને જીત્યો “ઝલક દિખલા જા 10″નો ખિતાબ, જીતતા જ કહ્યું, “પપ્પાને કાર આપવી છે ભેટમાં”, જુઓ વીડિયો

“ઝલક દિખલા જા 10″ની વિજેતા બની 8 વર્ષની ગુંજન સિંહા, હવે સોશિયલ મીડિયામાં લોકો ચેનલને કરી રહ્યા છે ટ્રોલ, જાણો કારણ

રિયાલિટી શો જોવાનું મોટાભાગના લોકો પસંદ કરતા હોય છે અને તેમાં પણ ડાન્સ રિયાલિટી શોના તો લોકો દીવાના છે, આ રિયાલિટી શો દ્વારા ઘણા લોકોને પોતાનો ટેલેન્ટ દુનિયાને બતાવવાનો મોકો મળ્યો અને આજે આવા રિયાલિટી શોમાંથી આવેલા ઘણા લોકોએ પોતાનું એક નામ પણ બનાવી દીધું છે. ત્યારે એવો જ એક શો છે “ઝલક દિખલા જા”. આ શો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે અને શોમાં સ્પર્ધકો વચ્ચે કાંટાની ટક્કર પણ પણ જોવા મળે છે.

ઝલક દિખલા જાની 10મી સીઝનમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું, પરંતુ અંતે તો કોઈ એક જ વિજેતા બને છે અને હવે આ શોને તેનો વિનર મળી ચુક્યો છે. “ઝલક દિખલા જા 10″ની વિજેતા છે 8 વર્ષની ગુંજન સિંહા. આ શો ગુંજને અને તેના કોરિયોગ્રાફર તેજવ વર્માએ જીત્યો છે. ગુંજને શોમાં દરેક અઠવાડિયે પોતાના શાનદાર પર્ફોમન્સના કારણે ચાહકો સાથે જજને પણ ઈમ્પ્રેસ કર્યા હતા. પરંતુ ઘણા લોકોને ચેનલનો આ નિર્ણય પસંદ નથી આવ્યો અને હવે ટ્રોલ પણ કરી રહ્યા છે.

8 વર્ષની ગુંજન સિંહા એક પ્રોફેશનલ ટ્રેન્ડ ડાન્સ છે. ગુંજન આ પહેલા કલર્સના જ ડાન્સ રિયાલિટી શો “ડાન્સ દીવાને”ની પણ વિનર બની ચુકી છે. એક ડાન્સ શો જીત્યા બાદ તેને બીજા ડાન્સ શો ઝલક દિખલા જા 10માં આવવાનો મોકો મળ્યો. ગુંજને દરેક અઠવાડિયે શાનદાર પર્ફોમન્સ આપ્યુ અને ટ્રોફી પોતાના નામે કરી.

આ રિયાલિટી શોમાં ગુંજન સાથે રૂબીના અને ફૈઝલ શેખે ટોપ થ્રીમાં સ્થાન મેળવ્યું હતું. ઘણા લોકો માનતા હતા કે રૂબીના દિલૈક અને ફૈઝલ શેખમાંથી એક શોના વિજેતા બનવાને લાયક છે. ઘણા લોકોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે મેકર્સ એક પછી એક બધાને કાઢી રહ્યા રહ્યા છે જેથી ગુંજન વિજેતા બનીને ઉભરી શકે. સોશિયલ મીડિયા યુઝરે મેકર્સના આ પ્લાનિંગને દુઃખદ ગણાવ્યું છે.

ઘણા લોકો ગુંજનના શો જીતવા પાર કલર્સને ટ્રોલ પણ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. આ શો જીતવા પર ગુંજનને એક ચમચમાતી ટ્રોફીની સાથે 20 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે, સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકો તેને જીતવા માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આ ઉપરાંત ગુંજને મીડિયાને જણાવ્યું કે તે તેના પપ્પાને એક કાર ભેટમાં આપવા માંગે છે.

Niraj Patel