‘નિલેશ ભાઈ માવો લાવ્યા, એમાં નાખી સોપારી..’ એક મિત્ર માવો બનાવી રહ્યો હતો ત્યારે જ બીજા મિત્રએ પાસે બેસીને કહ્યું એવું કે વીડિયો થઇ ગયો વાયરલ

સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો પેટ પકડીને હસવા માટે મજબુર કરી દેતા હોય છે તો ઘણા વીડિયોને જોઈને આપણે હેરાન પણ રહી જતા હોય છે, ઘણીવાર વાતચીત દરમિયાન જ કંઈક એવી ઘટના બની જતી હોય છે જેનો વીડિયો પણ વાયરલ થઇ જતો હોય છે, હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે બે મિત્રો એક પાથરણા ઉપર બેઠા છે અને તેમાંથી એક મિત્ર માવો બનાવી રહ્યો છે, ત્યારે તેની બાજુમાં રહેલો મિત્ર જાણે કે લગ્ન કે કોઈ વિધિમાં મંત્રોચ્ચાર કરતા હોય તેમ માવા માટેના મંત્રો બોલી રહ્યો છે, જેમ જેમ પેલો વ્યક્તિ માવો બનાવે છે તેમ તેમ તેને અનુરૂપ શબ્દો પ્રયોજી બીજો મિત્ર મંત્રો બોલતો જાય છે.

આ વ્યક્તિ દ્વારા બોલવામાં આવેલા મંત્રો એટલા ફની છે કે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો. આખા વીડિયોની અંદર માવો બનાવવાથી લઈને માવો ખાવા સુધીની તમામ રીત તે વ્યક્તિ મંત્રોચ્ચાર દ્વારા બોલતો જોવા મળી રહ્યો છે અને આ ઘટના લોકોને ખુબ જ પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે, સાથે જ ઘણા બધા લોકોએ હસવાના ઈમોજી પણ કોમેન્ટની અંદર પોસ્ટ કર્યા છે. આ ઉપરાંત ઘણા યુઝર્સ હાસ્યસ્પદ કોમેન્ટ પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે માવો ખાવો એ સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. તેના દ્વારા કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઇ શકે છે. ગુજ્જુરોક્સ કોઈપણ વ્યસનનો સખ્ત વિરોધ કરે છે. આ ફક્ત એક ફની વીડિયો છે.

Niraj Patel